કેજરીવાલને મળવા પહોંચ્યા નીતીશ-તેજસ્વી : કહ્યું વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવીને કેન્દ્રની અંદર સરકાર બદલે

નવી દિલ્હી, તા.12 એપ્રિલ-2023, બુધવાર

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. કેજરીવાલને મળ્યા બાદ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે વધુને વધુ વિપક્ષી દળોને એક કરીશું.

‘આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકાર આજે દેશની અંદર’

અરવિંદ કેજરીવાલ અને નીતીશ કુમાર એક સાથે આવ્યા અને જણાવ્યું કે, હાલ દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આઝાદી પછીની સૌથી ભ્રષ્ટ સરકાર આજે દેશની અંદર છે. એટલા માટે જરૂરી છે કે, તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવે અને કેન્દ્રમાં સરકાર બદલે અને એવી સરકાર આવી જોઈએ જે દેશને વિકાસ આપી શકે.

‘અમે દેશમાં વધુને વધુ પક્ષોને એક કરવાના તમામ પ્રયાસો કરીશું’

આ બંને નેતાઓની મુલાકાતના થોડા કલાકો પહેલા નીતીશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. નીતિશ કુમારે ખડગે, રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમે દેશમાં વધુને વધુ પક્ષોને એક કરવાના તમામ પ્રયાસો કરીશું. અમે બધા સાથે મળીને કામ કરીશું. અમે આજના નિર્ણયો અનુસાર આગળ વધીશું. જે પક્ષો સહમત છે, તેમની સાથે બેસીને આગળની કાર્યવાહી નક્કી કરીશું... નીતિશ કુમાર મંગળવારે વિપક્ષી નેતાઓને મળવા દિલ્હી પહોંચ્યા હતા.

આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, આવનારી ચૂંટણીમાં તમામ પક્ષોને એક કરવા તેમજ એક થઈને આગામી સમયની ચૂંટણીઓમાં લડવા, તે જ અમારો નિર્ણય થયો છે. અમે તમામ આ જ રસ્તા પર કામ કરીશું... તેજસ્વીજી, નીતિશજી, અમારા બધા નેતાઓ જે અહીં બેઠા છે. આપણે બધા એક જ બાબત પર કામ કરીશું.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન