'ભારત જોડો યાત્રા' કર્ણાટકની 20 વિધાનસભા બેઠકોમાંથી પસાર થઈ, કોંગ્રેસે 15 બેઠકો પર મેળવી જીત
Twitter: INC |
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી જીત મળી છે. પાર્ટીએ રાજ્યમાં કુલ 136 બેઠકો જીતી છે. કોંગ્રેસ આ જીતનો શ્રેય 'ભારત જોડો યાત્રા'ને આપ્યો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, તેમને ચૂંટણી પરિણામોમાં 'ભારત જોડો યાત્રા'નો લાભ મળ્યો છે. કર્ણાટકમાં જે 20 વિધાનસભા મતવિસ્તારોમાંથી 'ભારત જોડો યાત્રા' પસાર થઈ હતી, તેમાંથી કોંગ્રેસે 15, જ્યારે જનતા દળને ત્રણ અને ભારતીય જનતા પાર્ટીએ બે બેઠકો પર જીત મેળવી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં આ 20 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર પાંચ બેઠકો મળી હતી.
ભારત જોડો યાત્રા કર્ણાટક કોંગ્રેસ માટે 'સંજીવની'
પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ માને છે કે, આ યાત્રાએ કર્ણાટકમાં કોંગ્રેસ માટે 'સંજીવની' તરીકે કામ કર્યું હતું અને કાર્યકરોમાં નવો ઉત્સાહ પેદા કર્યો હતો, જેણે ચૂંટણી જીતવામાં મદદ કરી હતી.કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રાએ સંજીવની જેવું કામ કર્યું છે.આ યાત્રાએ પક્ષનું સંગઠન અને એકતા મજબૂત કરી કાર્યકરોમાં નવો ઉત્સાહ ઉભો કર્યો હતો.
કર્ણાટકમાં 'ભારત જોડો યાત્રા' લગભગ 22 દિવસ સુધી ચાલી હતી
પાર્ટીના નેતા પ્રમુખ પવન ખેડાએ કહ્યું કે, ભારત જોડો યાત્રા ભારતીય રાજનીતિમાં ખાસ ચર્ચા સાથે શરૂ થઈ, જેની ભારતની જનતા રાહ જોઈ રહી હતી. કર્ણાટકમાં 'ભારત જોડો યાત્રા' લગભગ 22 દિવસ સુધી ચાલી હતી. તમને એ દ્રશ્ય યાદ હશે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારત જોડો યાત્રા દરમિયાન મુશળધાર વરસાદમાં પણ રાહુલ ગાંધીનું ભાષણ ચાલુ હતું. મને લાગે છે કે આ દ્રશ્યો લોકોના મગજમાં હાજર રહ્યા હતા. 'ભારત જોડો યાત્રા'નો સંદેશ કર્ણાટક સહિત સમગ્ર દેશમાં ગયો છે.
Comments
Post a Comment