પીએફમાં 8.15 ટકા વ્યાજદરને કેન્દ્રની મંજૂરી : ઓગસ્ટથી ખાતામાં જમા થશે


- છેલ્લા 20 વર્ષથી પીએફના વ્યાજદરમાં સતત ઘટાડો

- ગુજરાતની 45000 કંપનીઓના અંદાજે 65  લાખથી વધુ કંર્મચારીઓને વધારાનું વ્યાજ મળશે 

અમદાવાદ : કેન્દ્ર સરકારના શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં જમા પડેલી રકમ પર ૨૦૨૨-૨૩ના વર્ષમાં એટલેકે ૩૧મી માર્ચ ૨૦૨૩ સુધી જમા પડેલી રકમ પર ૮.૧૫ ટકા વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના પ્રસ્તુત નિર્ણયને પરિણામે ગુજરાતની ૪૫૦૦૦થી વધુ કંપનીઓના ૬૫ લાખ કર્મચારીઓને વધારાનો લાભ મળશે.

 દેશના ૫ કરોડથી વધુ સબસ્ક્રીબર્સને રૂ. ૯૦,૦૦૦ કરોડનો ફાયદો થશે, એમ ભારતના શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરેલી જાહેરાતમાં જણાવ્યું હતું. વાસ્તવમાં આ અંગેની જાહેરાત માર્ચ ૨૦૨૩મા ંકરવામાં આવી હતી, તેને મંજૂરી આજે આપીને જાહેરાત કરવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના ખાતામાં રૂ. ૧ લાખ જમા પડયા હશે તો માત્ર રૂ. ૫૦નું વ્યાજ વધારે જમા થશે.

સેન્ટ્રલ  બોર્ડ ઓફ ટ્રસ્ટીની બે દિવસની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ ૨૦૨૨માં વ્યાજનો દર ઘટાડીને ૮.૧૦ ટકા કરી દેવામાં આવ્યો હતો. તે અત્યારે ૮.૧૫ ટકા કરવામાં આવ્યો છે. હવે કેન્દ્ર સરકારનું નાણાં ખાતું તેના પર મંજૂરીની મહોર મારશે. નાણાં મંત્રીની મહોર લાગતા પ્રોવિડન્ટ ફંડના દરેક ખાતાધારકોને ખાતામાં આ રકમ જમા કરાવી દેવામાં આવશે. 

પ્રોવિડન્ટ ફંડના જાણકારોનું કહેવું છે કે સરકાર તરફથી  ચૂકવવામાં આવતા વ્યાજના દર  ઓછા હોવાથી હવે નવા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડમાં તેમના નાણાં રોકવાનું પસંદ કરતાં નથી. તેને બદલે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા તરફ વળી રહ્યા છે. સબજેક્ટ ટુ માર્કેટ રિસ્ક હોવા છતાંય  અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને લાંબે ગાળે સરેરાશ ૧૨ ટકા અને કેટલાક કિસ્સાઓમાં ૧૫થી ૨૦ ટકા રિટર્ન મળી જતુ ંહોવાથી સરકારની પ્રોવડન્ટ ફંડ સ્કીમને પસંદ કરનારાઓ મોટા પગારદારોની સંખ્યા ઘટી રહી છે. આમેય સરકારના નિયમ મુબજ રૂ. ૧૫૦૦૦ સુધીના માસિક પગાર દારોને પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ હેઠળ આવરી લેવા ફરજિયાત છે. તેનાથી વધુ બેઝિક પગાર ધરાવનારાઓ હવે મ્યુચ્યુઅલ ફંડને વધુ પસંદ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તેનું કારણ આપતા જાણકારો કહે છે કે પ્રોવિડન્ટ ફંડ કચેરી દ્વારા આપવામાં આવતા વ્યાજના દર સતત ઘટાડવામાં આવી રહ્યા છે.  ૧૯૯૦થી ૧૯૯૯ની સાલ સુધીં પ્રોવિડન્ટ ફંડ પર ૧૨ ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું. ત્યારબાદ ૨૦૦૦ની સાલમાંવ્યાજદર ઘટાડીને ૧૧ ટકા કરવામાં આવ્યો હતા. ત્યારબાદ ૨૦૦૨માં ૯.૫ ટકા કરવામાં આવ્યા હતો. ત્યારબાદ  વ્યાજના દરમાં સતત ઘટાડો કરવાની માનસિકતા સરકારે દાખવી છે. પરિણામે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનારાઓને નિવૃત્તિ ટાણે મળવા પાત્ર ફંડ બહુ જ ઓછું થઈ રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારીના કાળમાં  પ્રોવિડન્ટ ફંડની કુલ રકમની વ્યાજની આવકમાંથી ટકવું કઠિન બની રહ્યું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો