તથ્ય અને તેના પિતા પ્રજ્ઞોશ પટેલને સાથે રાખીને ઘટનાનું રીકન્ટ્રક્શન કરાયું
અમદાવાદ, ગુરૂવાર
ઇસ્કોન બ્રીજ પર પુરઝડપે જતી કારનો અકસ્માત કરનાર પોતાના નબીરાને પોલીસની હાજરીમાં જ ટોળામાંથી છોડાવીને બારોબાર ખાનગી કારમાં લઇ જનાર પ્રજ્ઞોશ પટેલને પણ તથ્યની સાથે પોલીસે સહઆરોપી બનાવ્યો છે. સાંજે બંનેની ધરપકડ બાદ પોલીસે તપાસનો દૌર તેજ બનાવ્યો હતો અને બનેને ઘટના સ્થળે લાવીને રી કન્ટ્રક્શન કરાયું હતું. આ ઉપરાંત, તથ્ય પટેલે દારૂ પીધો હતો કે નહી? તે અંગે તપાસ કરવા માટે બ્લડ રિપોર્ટ પણ લીધા છે. નબીરો તથ્ય પટેલ જેગુઆર કારને પુરઝડપે ચલવાતો હતો અને તેણે એક સાથે નવ અનેક લોકોના જીવ લીધા હોવાની વાત જાણતો હોવા છંતાય, તેના પિતા પ્રજ્ઞોશ પટેલે સ્થળ જઇને ત્યાં હાજર લોકોને ધમકી આપીને તથ્યને પોતાની કારમાં બેસાડી દીધો હતો અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ આ અંગે પોલીસને નિવેદન આપતા પોલીસે આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. જે બાદ બંનને એક જ કેસમાં આરોપી બનાવાયા હતા. એટલું જ નહી પ્રજ્ઞોશ પટેલે તેના પુત્રને છાવરવા માટે દાવો કર્યો હતો કે તેનો પુત્ર કારને ઓવર સ્પીડમાં ચલાવતો નથી અને અકસ્માત સમયે કારની ગતિ ૯૦ કિલોમીટર પ્રતિકલાકની હતી. આમ,મિડીયામાં ખોટા નિવેદન આપીને તથ્ય પટેલને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેેની ધરપકડ કરી હતી અને સાંજે ઇસ્કોન બ્રીજ પર તથ્ય અને તેના પિતા પ્રજ્ઞોશને સાથે રાખીને સમગ્ર ઘટના અંગે રી-ક્ન્ટ્ક્શન કરાયું હતું. જો કે એક સાથે નવ લોકોના જીવ લેનાર તથ્ય અને તેના પિતાના ચહેરા પર વસવસો જોવા મળ્યો નહોતો.
Comments
Post a Comment