VIDEO : મેઘાલયના CMની ઓફિસ પર ભીડનો હુમલો-પથ્થરમારો, 5ને ઈજા, CM પ્રદર્શનકારીઓથી ઘેરાયા

તુરા, તા.24 જુલાઈ-2023, સોમવાર

મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાની ઓફિસ પર ટોળાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે. હુમલામાં 5 સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જોકે મુખ્યમંત્રી સંગમા સુરક્ષિત હોવાના અહેવાલો મળી રહ્યા છે. સેંકડો લોકોએ CM ઓફિસના પરિસરને ઘેરી લીધું હોવાના કારણે મુખ્યમંત્રી તુરામાં તેમની ઓફિસની અંદર છે. ગારો હિલ્સ સ્થિત નાગરિક સમાજ જૂથ તુરામાં વિન્ટર કેપિટલની માંગ સાથે ભૂખ હડતાળ પર છે.

CM કાર્યાલય પર લોકોનો પથ્થરમારો

દરમિયાન આજે હજારોની સંખ્યામાં લોકો મુખ્યમંત્રી કાર્યાલયની બહાર પહોંચી ગયા હતા અને પથ્થમારો કરવા લાગ્યા હતા. આ હુમલામાં 5 સુરક્ષા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને તેમને મુખ્યમંત્રી કાર્યાલયની અંદર લવાયા છે. હાલ આ ઘટનાની તસવીરો પણ સામે આવી છે, જેમાં ઈજાગ્રસ્ત સુરક્ષા કર્મચારીઓ નીચે બેઠેલા જોવા મળી રહ્યા છે. કોનરાડ સંગમા ઈજાગ્રસ્તોની સારસંભાળ કરી રહ્યા છે. જોકે સંગમા સુરક્ષિત છે, પરંતુ તેઓ કાર્યાલયની બહાર નીકળવાની સ્થિતમાં નથી. પ્રદર્શન કરનારાઓએ રસ્તો બંધ કરી દીધો હોવાથી સંગમા કાર્યાલયની અંદર બંધ છે. દરમિયાન પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.

CM પ્રદર્શનકારીઓ સાથે વાત કરી રહ્યા હતા અને કેટલાકે શરૂ કરી દીધો પથ્થરમારો

મુખ્યમંત્રી સંગમા પ્રદર્શન કરનારા લોકો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ પથ્થમારો શરૂ કરી દીધો હતો. નાગરિક સમાજ સમુહના પ્રદર્શનકારીઓ વિન્ટર કેપિટલની માંગ કરી રહ્યા છે, જેમાં ACHIK અને GHSMC સામેલ છે. કોનરાડ સંગમાએ વિરોધીઓને વિન્ટર કેપિટલ અને નોકરીમાં અનામતની માંગ પર ચર્ચા કરવા માટે મળવાનું કહ્યું છે, જેમાં કેબિનેટ મંત્રીઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. તેમણે સંગઠનોને આવતા મહિને રાજ્યની રાજધાનીમાં મંત્રણા શરૂ કરતા પહેલા તેમનો વિરોધ સમાપ્ત કરવા જણાવ્યું હતું.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો