અંજૂએ ખ્રિસ્તી ધર્મ છોડી ઇસ્લામ અપનાવ્યો, નસરૂલ્લાહ સાથે નિકાહ કર્યા


- બે બાળકો અને પતિને છોડીને પાકિસ્તાન ગયેલી અંજૂનો યુ-ટર્ન

- અગાઉ અંજૂ અને નસરૂલ્લાહે જાહેર કર્યું હતું કે બન્ને માત્ર મિત્ર છે, અંજૂએ ઇસ્લામિક ફાતિમા નામ રાખ્યું

પેશાવર : રાજસ્થાનથી પાકિસ્તાન પહોંચેલી અંજૂએ ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો છે અને પાકિસ્તાનના રહેવાસી નસરુલ્લાહની સાથે કોર્ટમાં નિકાહ પણ કરી લીધા છે. બન્ને અંજૂ અને નસરુલ્લાહ ૨૦૧૯માં ફેસબુક પર મળ્યા હતા. એક દિવસ અગાઉ બન્નેએ દાવો કર્યો હતો કે તેઓ માત્ર મિત્ર છે અને અંજૂ પરત રાજસ્થાન જતી રહેશે. જોકે બાદમાં અચાનક બન્નેએ કોર્ટમાં જઇને નિકાહ કરી લીધા હતા. 

અંજૂએ પોતાનો ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો છે. પોતાનું નામ અંજૂથી બદલીને ફાતિમા કરી લીધુ છે. અને એક વીડિયો જાહેર કરીને અંજૂએ કહ્યું છે કે મારા ભારત સ્થિત બાળકોનું પરિવારજનો ધ્યાન રાખે, હું પાકિસ્તાનમાં સુરક્ષીત છું અને અહીંયા જ નસરુલ્લાહની સાથે રહેવા માગુ છું. અપર દીર જિલ્લા પોલીસ સ્ટેશનના વરીષ્ઠ અધિકારી મુહમ્મદ વહાબે કહ્યું હતું કે નસરુલ્લાહ અને અંજૂ બન્નેએ નિકાહ કરી લીધા છે. 

ઉત્તર પ્રદેશની રહેવાસી અંજૂના લગ્ન રાજસ્થાનના અરવિંદ સાથે થયા હતા. અરવિંદે કહ્યું હતું કે અંજૂ એવુ કહીને ઘરેથી નિકળી હતી કે તે જયપુર જઇ રહી છે. જોકે બાદમાં પરિવારજનોને માલુમ થયું કે તે પાકિસ્તાનમાં છે. અંજૂ અને નસરુલ્લાહે અગાઉ સોગંદનામુ આપીને એવો દાવો કર્યો હતો કે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ નથી. જોકે હવે અચાનક જ બન્નેએ નિકાહ કરી લીધા હોવાનું સામે આવ્યું છે. અંજૂને ૧૫ વર્ષની પુત્રી અને છ વર્ષનો પુત્ર છે જે હાલ રાજસ્થાનમાં તેના પિતાની પાસે રહે છે. અગાઉ પાકિસ્તાનથી સીમા હૈદર પ્રેમી માટે ભારત આવી હતી, જ્યારે હવે અંજૂ પાકિસ્તાન પહોંચી છે. તેથી આ બન્નેની હાલ પાકિસ્તાન અને ભારતમાં ભારે ચર્ચા છે. અંજૂ ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલી હતી, જેનો ત્યાગ કરીને હવે તે મુસ્લિમ બની ગઇ છે.  અને નામ બદલીને ફાતિમા બની ગઇ હતી. અગાઉ અંજૂએ દાવો કર્યો હતો કે હું મારો ધર્મ નહીં બદલુ જોકે હવે અચાનક જ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હોવાનું જાહેર કર્યું હતું.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો