દિલ્હીમાં પૂરની સ્થિતિ વચ્ચે યમુના નદીનું પાણી સુપ્રીમકોર્ટમાં પ્રવેશતાં રોકવા રાતોરાત 'ડેમ' તૈયાર કરાયું

image : Wikipedia 


દિલ્હીમાં પૂરનો કેર જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઈન્દ્રપ્રસ્થ પાસેના એક નાળામાં પાણીનું સ્તર વધ્યા બાદ પૂરનું પાણી સુપ્રીમ કોર્ટ પરિસરમાં પ્રવેશી શકે તેવી દહેશત હતી. જેને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે પાણીને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતો રોકવા ઈન્દ્રપ્રસ્થ નજીક નાળા પર યુદ્ધના ધોરણે એક નાનો ડેમ બનાવવાની શરૂઆત કરી હતી. 

સેંકડો મજૂરોને કામે લગાડાયા 

આ નાળામાંથી યમુનાનું પાણી દિલ્હીના ITO, ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં ભરાઈ રહ્યું હતું. જો આ નાળામાંથી યમુનાના પાણીને રોકવામાં ન આવ્યું હોત તો શુક્રવારે બપોર સુધીમાં પૂરનું પાણી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું હોત. સેંકડો મજૂરો કામે લાગ્યા છે. નાળા પર બોરીઓમાં માટી ભરીને ડેમ બાંધવામાં આવ્યો હતો.

દિલ્હી સરકારના મંત્રી મોડી રાત સુધી તહેનાત રહ્યા 

આ બાંધકામ દરમિયાન દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ મોડી રાત સુધી ઘટનાસ્થળે હાજર હતા. વાસ્તવમાં ઈન્દ્રપ્રસ્થ બસ ડેપો અને WHO બિલ્ડિંગની વચ્ચેના ગટર પર લગાવવામાં આવેલ રેગ્યુલેટર તૂટી ગયું હતું. નાળા પરનું રેગ્યુલેટર તૂટવાને કારણે નાળાનું પાણી બેકફ્લો થઈ ગયું હતું. જો તે યોગ્ય ન હોત તો તેના દ્વારા સુપ્રીમ કોર્ટની આસપાસ પાણી પહોંચી શક્યું હોત. આ નાળાને ડ્રેઇન નંબર 12 તરીકે ઓળખવામાં આવે છે અને તેનું નિયંત્રણ દિલ્હી સરકારના સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે અહીં અમે ડેમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી આ પાણી અહીં જ અટકી જાય અને દિલ્હી શહેરમાં પ્રવેશ ન કરે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે