અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ, અનેક વાહનો બળીને ખાખ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે


અમદાવાદમા શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વિકરાળ આગ લાગી હતી જેમાં 50 જેટલા વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આ આગની ઘટના વહેલી સવારે 4 વાગ્યે લાગી હોવાનુ મનાય છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ જાણવા મળ્યુ નથી.

VIDEO | A fire broke out in the basement of Rajasthan hospital, located in Gujarat's Ahmedabad earlier today. Nearly 100 patients were evacuated from the multi-storey building as a precautionary measure.

READ | https://t.co/OLF5NQnJnM pic.twitter.com/qCvW2cdy2N

— Press Trust of India (@PTI_News) July 30, 2023

આગને કારણે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેટાયા

શહેરમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે કોઈ મોટી જાનહાની ટળી હતી, પરંતુ આગની ઘટનાને પગલે 100 જેટલા દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો