મણિપુર હિંસા મુદ્દે સંસદમાં ધમાસાણ યથાવત્ : PM મોદીએ અમિત શાહ, નડ્ડા સહિતના નેતાઓ સાથે કરી બેઠક

નવી દિલ્હી, તા.24 જુલાઈ-2023, સોમવાર

મણિપુર હિંસા મુદ્દે સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ધમાસાણ યથાવત્ છે. સોમવારે સંસદની અંદર અને બહાર સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વડાપ્રધાનના નિવેદન પર વિપક્ષની અડગ માંગને ધ્યાને રાખી આજે સરકારમાં ટોચના સ્તરે ઘણી બેઠકો યોજાઈ, જેમાં સંસદની કામગીરી સુચારુ રીતે ચાલે તે માટેની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી.

PM મોદીએ આ દિગ્ગજ નેતાઓ સાથે કરી ચર્ચા

આજે સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં PM નરેન્દ્ર મોદીએ સંસદ સત્રની રણનીતિ અંગે રાજનાથ સિંહ, અમિત શાહ, પીયૂષ ગોયલ, પ્રહલાદ જોશી, નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર સહિતના વરિષ્ઠ પ્રધાનો સાથે ચર્ચા કરી. બેઠક બાદ રાજનાથ સિંહે ગૃહની અંદર અને બહાર સરકાર વતી જવાબદારી સંભાળી હતી.

વિપક્ષોને સમજાવવાનો રાજનાથ સિંહનો નિષ્ફળ પ્રયાસ

રાજનાથ સિંહે ગૃહની અંદર મણિપુર પર ચર્ચા ન થવા દેવા મુદ્દે વિપક્ષની ટીકા કરી હતી, તો બીજીતરફ તેમણે ગૃહની બહાર કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, TMC નેતા સુદીપ બંદોપાધ્યાય અને ડીએમકે નેતા ટી.આર.બાલુ સહિત અનેક વિપક્ષી નેતાઓ સાથે વાત કરી હતી અને તેમને સંસદની કાર્યવાહી સુચારુરૂપે ચાલવા દેવા વિનંતી કરી હતી. પરંતુ, રાજનાથના તમામ પ્રયાસો છતાં વિપક્ષોનો વિરોધ યથાવત્ રહ્યો અને વડાપ્રધાનના નિવેદન પર અડગ રહ્યો.

વિપક્ષોના હોબાળા વચ્ચે સંસદમાં અમિત શાહે સંભાળ્યો મોરચો

ત્યારરબાદ ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાની જુદી જુદી બેઠકો યોજાઈ હતી. ત્યારબાદ બંને નેતાઓ સંસદ ભવનમાં સ્થિત વડાપ્રધાન કાર્યાલય ગયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમગ્ર પરિસ્થિતિની જાણકારી આપી હતી. ત્રણેય નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. સોમવારે બપોરે 2.30 વાગ્યે ચોથી વખત લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોરચો સંભાળવા કહ્યું કે, તેઓ મણિપુર પર ચર્ચા કરવા તૈયાર છે. તેઓએ વિપક્ષને આ મુદ્દા પર ચર્ચા કરવા દેવા વિનંતી કરી હતી. મણિપુર હિંસાને ગંભીર મામલો ગણાવતા અમિત શાહે કહ્યું કે, તેઓ જાણતા નથી કે શા માટે વિપક્ષ મણિપુર પર ચર્ચા કરવા માંગતા નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો