સુદાનમાં સિવિલ એરક્રાફ્ટ ક્રેશ થયું, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત, એક બાળકીનો બચાવ
Image : pixabay |
આફ્રિકન દેશ સુદાનમાં મોડી રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી જેમા 4 સૈનિકો સહિત 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ દુર્ઘટના ઘટી
સ્થાનિક મીડિયા એજન્સીના એહેવાલ મુજબ સિવિલ એરક્રાફ્ટ સુદાનના પોર્ટ સુદાન એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું હતું. અચાનક તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ અને ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં 4 સેનાના જવાનો પણ હતા. જોકે આ ભયાનક દુર્ઘટનામાં એક બાળકીનો જીવ બચી ગયો હતો જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સેના અને અર્ધલશ્કરી દળ વચ્ચે યુદ્ધ
સુદાન છેલ્લા 100 દિવસથી ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યું છે. ઉત્તર-પૂર્વ આફ્રિકન દેશ સુદાનમાં 15 એપ્રિલથી સશસ્ત્ર દળો અને તેમના હરીફ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સિસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની વચ્ચે, પોર્ટ સુદાન એરપોર્ટનો ઉપયોગ રાજદ્વારી મિશન, વિદેશીઓ અને દેશમાંથી ભાગી રહેલા લોકોને બહાર કાઢવા માટે કરવામાં આવી રહ્યો છે.
Comments
Post a Comment