VIDEO : યમુના બાદ હિંડન નદીના જળસ્તરમાં ભયજનક વધારો, ગ્રેટર નોઈડામાં 350થી વધુ કારો ડુબી

નવી દિલ્હી, તા.25 જુલાઈ-2023, મંગળવાર

દિલ્હી બાદ હવે ગાઝિયાબાદમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. યમુના નદી અને ગંગા નદી બાદ હવે હિંડન નદીનું જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે, જેના કારણે ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડાના ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસતા લોકો ભારે હાલાકની સામનો કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિંડન નદીનું પાણી પ્રવેશવાને કારણે ગ્રેટર નોઈડાના એક ખુલ્લા મેદાનમાં લગભગ 350થી વધુ કાર ડૂબેલી જોવા મળી રહી છે.

ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી 350થી વધુ કારો ડુબી

હાલ સોશિયલ મીડિયા પર ગ્રેટર નોઈડામાં કારો ડુબી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગ્રેટર નોઈડાના ઈકોટેક-3 પાસેનો છે. અહીં ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલી કારોની લાઈન જોવા મળી રહી છે, જે પૂરના પાણી ડુબેલી નજરે પડે છે. પાણી કારની છતથી માત્ર થોડા ઈંચ નીચે છે. અહીં આશરે 400 જેટલા વાહનો પાર્ક છે. હિંડન નદીનું પાણીનું જળસ્તર વધ્યા બાદ નદીનું પાણી આ યાર્ડમાં પ્રવેશ્યું અને આ વાહનોને પોતાની ઝપેટમાં લઈ લીધા છે. હિંડન નદી યમુનાની ઉપનદી છે. હિંડનના જળસ્તરમાં વધારો થવાથી ઘણા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ગ્રેટર નોઈડાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં નોઈડા સેક્ટર-63માં ઈકોટેક અને ચિજારસી વિસ્તારનો સમાવેશ થાય છે.

દિલ્હી પર ફરી પૂરનો ખતરો : યમુના નદીનું જળસ્તર વધ્યું

ડમ્પ યાર્ડની ચારેકોર બાઉન્ડ્રી વોલ છે, જેના કેરટેકર દિનેશ યાદવ છે. તેમણે જણાવ્યું કે, આ વાહનો કોરોનામાં રિકવર કરેલા જુના વાહનો છે. આ વાહનો હાલ બંધ હાલતમાં છે. દરમિયાન, નોઇડા અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના અન્ય ભાગોમાં મંગળવારની વહેલી સવારે હળવાથી મધ્યમ વરસાદ પડ્યો... બપોર સુધીમાં યમુના નદી 205.33 મીટરના ખતરાના નિશાનથી થોડી ઉપર વહી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે, જ્યારે બપોરે યમુનાનું જળસ્તર 205.4 મીટરે પહોંચ્યું હતું.

આ રાજ્યોમાં હવામાન વિભાગનું એલર્ટ

હવામાન વિભાગે મહારાષ્ટ્ર, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ માટે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો