પોલીસે એફએસએલને સાથે રાખીને સમગ્ર ઘટના અંગે રિ-કન્ટ્રક્શન કર્યું

અમદાવાદ,શનિવાર

એસ જી હાઇવના ઇસ્કોન બ્રીજ  પર તથ્ય પટેલે કાળ બનીને જેગુઆર કારના પુરઝડપે હંકારીને નવ લોકોના જીવ લીધાની  ઘટનામાં ગંભીર બેદરકારી હોવા છંતાય તથ્ય ઇસ્કોન બ્રીજ પર  લાઇટ ન હોવાને કારણે તેનાથી અકસ્માત થયોનું રટણ સતત પુછપરછમા ં કરી રહ્યો છે. જેથી કેસમાં મજબુત પુરાવા એકઠા કરવા માટે પોલીસે એફએસએલના અધિકારીઓને સાથે રાખીને ગાડીને હેડલાઇટના પ્રકાશ અને બ્રીજની લાઇટ અંગે તપાસ કરી છે. સાથેસાથે સમગ્ર ઘટનાની ટાઇમલાઇનને સેટ કરીને રિ કન્ટ્રક્શન પણ કર્યું હતું. જેમાં  કારમાં હાજર તથ્યના મિત્રને પણ સાથે રખાયો હતો. તથ્ય પટેલે જેગુઆર કારને ઇસ્કોન બ્રીજ પર પુરઝડપે હંકારીને  સર્જેલા અકસ્માતમાં નવ લોકોના મોતની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસ પાસે કારની ઓવરસ્પીડ  કેસને લગતી સૌથી મહત્વની બાબત છે. સાથેસાથે અકસ્માત સમયે જેગુઆર કારમાં તથ્ય સાથે રહેલા તેના પાંચ મિત્રો પણ પોલીસ માટે તપાસની ખાસ કડી છે. જે અનુસંધાને પોલીસે રિમાન્ડ દરમિયાન તથ્યની સઘન પુછપરછ કરી છે. જેમાં તે અકસ્માત સમયે બ્રીજ પરની લાઇટ યોગ્ય ન હોવાને કારણે તેને યોગ્ય વિઝીબીલીટી મળી નહોતી અને અકસ્માત થયો હતા. તેવું રટણ ચાલુ રાખીને પોલીસને અન્ય  બાબતોના જવાબ આપવાનું ટાળી રહ્યો છે. જેથી પોલીસે  એફએલએલના અધિકારીઓને સાથે રાખી જેગુઆરની લાઇટ અને સ્ટ્રીટ લાઇટ અંગે વિઝીબીલીટી રિપોર્ટ  પણ તૈયાર ્કર્યો છે. જેમાં તથ્ય ખોટું બોલતો હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે.   બીજી તરફ  રાતના સમયે અકસ્માતની ઘટના બની તે પહેલા તથ્ય ઘરેથી નીકળ્યો અને કાફેથી પરત જતો હતો. તે સમગ્ર ઘટનાને ટાઇમલાઇન સાથે સેટ કરીને પોલીસ રિ કન્સ્ટ્ક્શન કર્યું હતું.  જેમાં તથ્યના મિત્રને સાથે રાખવાની સાથે સીસીટીવી પણ મેચ કર્યા હતા. આ  રિ-કન્ટ્ર્ક્શનમાં હાજર તથ્યના મિત્રએ ઓવરસ્પીડ વાતને કબુલી હતી.  ત્યારે હજુ રિમાન્ડના બે દિવસ બાકી છે. જેમાં કેસને લગતી અન્ય બાબતો પણ તપાસમાં આવશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો