મહારાષ્ટ્રમાં ભયંકર દુર્ઘટના, ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 16 લોકોના મોત, NDRFની ટીમ ઘટનાસ્થળે
Image : screen grab twitter |
મહારાષ્ટ્રમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે જેમા બ્રિજના બાંધકામ સમયે ગર્ડર લોન્ચિંગ મશીન નીચે પડતા 16 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈ નજીકના થાણે જિલ્લાની છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
#WATCH | Maharashtra: A total of 16 bodies have been recovered so far and three injured reported. Rescue and search operation underway: NDRF pic.twitter.com/nliOMW9pv6
— ANI (@ANI) August 1, 2023
વહેલી સવારે ઘટના બની
શાહપુર પોલીસે જણાવ્યું કે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવેના ત્રીજા તબક્કાનું નિર્માણ થઈ રહ્યું છે તે દરમિયાન વહેલી સવારે શાહપુર નજીક એક ગર્ડર લોન્ચિંગ મશીન પડી ગયું હતું જેના કારણે 16 લોકોના મોત થયા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. આ સાથે પોલીસે જણાવ્યું કે એમ્બ્યુલન્સ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઉપરાંત મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જેસીબી અને રેસ્ક્યુ ટીમે ચાર્જ સંભાળી લીધો છે. સ્થળને ખાલી કરાવવામાં આવી રહ્યું છે.
છ લોકો ફસાયા હોવાની આશંકા
NDRFના એક અધિકારીએ જણાવ્યું કે થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં એક પુલના સ્લેબ પર ક્રેન પડી હતી. NDRFની બે ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 14 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ છે. આશંકા છે કે હજુ પણ છ લોકો ગર્ડર નીચે ફસાયેલા છે.
Comments
Post a Comment