મહારાષ્ટ્રના રાજગઢમાં વરસાદને લીધે ભૂસ્ખલન, 50થી વધુ પરિવાર કાટમાળ નીચે દટાયા, 4નાં મોત

image : Screen grab Twitter


મહારાષ્ટ્રના રાજગઢમાં ભયાનક ભૂસ્ખલન થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં લગભગ 50થી વધુ પરિવારો કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. માહિતી મળતાં જ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાજગઢના ખાલાપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. 

25 લોકોને કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા 

માહિતી અનુસાર અત્યાર સુધી આ ઘટનામાં 25 લોકોને કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી ચાર લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. જોકે 21 અન્ય ગંભીર રીતે ઘવાયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કાટમાળમાં હજુ પણ ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2014માં પણ આવી જ દુર્ઘટના પૂણેના માલિનમાં સર્જાઈ હતી. તે સમયે 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

આ કારણે થયું ભૂસ્ખલન 

આ ભૂસ્ખલન બુધવારે મોડી રાતે 12 વાગ્યાની આજુબાજુ થયું હતું. એવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ખડકો અને માટી ધસવાને લીધે જે ઘર તેની લપેટમાં આવ્યા તેમાં હાજર લોકો આ દુર્ઘટનામાં ભોગ બન્યા હોઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. એવામાં વરસાદને લીધે જ ભૂસ્ખલન થયું હોવાની માહિતી અપાઈ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે