અમદાવાદ મહાનગરપાલિકાની લેખિત પરીક્ષા રદ, ભારે વરસાદને કારણે લેવાયો નિર્ણય

અમદાવાદ, તા.22 જુલાઈ-2023, શનિવાર

અમદાવાદ મહાનગરપાલિકાની લેખિત પરીક્ષા ભારે વરસાદને કારણે રદ કરવામાં આવી છે. સહાયક સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ ટીડીઓની લેખિત પરીક્ષા યોજાવાની હતી. અમદાવાદ મહાનગરપાલિકાની સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ ટીડીઓની લેખિત પરીક્ષા રવિવાર સવારે 10.30 વાગ્યે લેવાની હતી. ફરી પરીક્ષા માટે સમય અને તારીખ હવે પછી નક્કી કરવામાં આવશે. 15-3-2023 (સહાયક સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ-ટીડીઓ)ની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) 23 જુલાઇ, 2023ના રવિવારના રોજ 10.30 કલાકે યોજાવાની હતી જે અતિભારે વરસાદને કારણે મોકુફ રાખવામાં આવે છે.

આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે