મણિપુરમાં ફરી હિંસા : ભીડે 2 બસો, 20 ઘરોને આગ ચાંપી, મોરેહ-કાંગપોકપીમાં પોલીસ કાફલો ખડકાયો

ઈમ્ફાલ, તા.26 જુલાઈ-2023, બુધવાર

મણિપુરમાં આજે ફરી હિંસા ભડકી હોવાના અહેવાલો મળી રહ્યા છે. અહીંના મોરેડમાં 20 ઘરોને આંગ ચાંપી હોવાની ઘટના સામે આવી છે. તો આ પહેલા મંગલવાના કાંગપોકપી જિલ્લામાં ભીડે સુરક્ષા દળોની 2 બસોમાં આગ લગાવી હોવાની ઘટના બની છે. જોકે હાલ આ ઘટનામાં કોઈ મોત થયું હોવાના અહેવાલો નથી. દરમિયાન મંગળવારે સાંજે દીમાપુરથી સુરક્ષા દળોની બસો આવી રહી હતી, ત્યારે ભીડે કાંગપોકપીમાં બસોને આગ લગાવી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસામાં સામેલ એક સમુદાયના લોકોએ સાપોરમિના ખાતે મણિપુર રજીસ્ટ્રેશન નંબરવાળી બસોને રોકી હતી અને આગ લગાવી દીધી હતી.

ભીડે ખાલી મકાનો, સુરક્ષા દળોની 2 બસોને આ ચાંપી

ઈમ્ફાલ પૂર્વના ડેપ્યુટી કમિશનર ખુમન્થેમ ડાયના દેવીએ જિલ્લાની વર્તમાન સ્થિતિ મુદ્દે જણાવ્યું કે, સરકારના નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટીતંત્ર રાહત શિબિરોમાં આવશ્યક વસ્તુઓ પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે. ઘણીવાર માર્ગ અવરોધને કારણે પુરવઠો સમયસર પહોંચાડી શકાતો નથી. અધિકારીઓએ જણાવ્યું કે, મ્યાનમાર બોર્ડર પાસે મોરેહ બજાર વિસ્તારમાં આ ખાલી મકાનો આવેલા છે, જેને ભીડે આંગ ચાપી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, કાંગપોકપી જિલ્લામાં ટોળાએ સુરક્ષા દળોની 2 બસોને સળગાવી દીધાના કલાકો બાદ આગ લાગી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ભીડે બસ રોકી અંદર અન્ય સમુદાયનો બેઠો છે કે કેમ, તેની તપાસ કરી

મંગળવારે સાંજે દીમાપુરથી બસ આવી રહી હતી ત્યારે સાપોરમિના ખાતે આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક લોકોએ સાપોરમિના ખાતે મણિપુર રજીસ્ટ્રેશન નંબરવાળી બસને રોકી અને કહ્યું કે તેઓ તપાસ કરશે કે બસમાં અન્ય સમુદાયનો કોઈ સભ્ય છે કે કેમ. અધિકારીઓએ જણાવ્યું કે તેમાંથી કેટલાકે બસોને આગ ચાંપી દીધી હતી.

મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવાઈ હતી

ઉલ્લેખનિય છે કે, થોડા દિવસો પહેલા મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આ મામલે દેશભરમાં રોષ ભભુક્યો હતો. આ ઘટના 4 મેએ બની હતી. 1000 સશસ્ત્ર હુમલાખોરોએ કાંગપોકલી જિલ્લાના બી ફાઈનોમ ગામ પર હુમલો કર્યો... ત્યારે હુમલાના ડરથી કૂકી સમાજના 2 પુરુષ અને 3 મહિલાઓ જંગલમાં જઈને છુપાયા, પણ તેમને હુમલાખોરોએ પકડી લીધા... ત્યારબાદ તેમને નોનપોક સેકમાઈ પોલીસે છોડાવ્યા હતા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ ભીડ તેમને પોલીસ પાસેથી છિનવી લીધા... 56 વર્ષના વ્યક્તિની ત્યાં જ હત્યા કરી દેવામાં આવી અને મહિલાઓને નિવસ્ત્ર કરી પરેડ કરાવવામાં આવી... યુવતી પર જાહેરમાં સામુહિક દુષ્કર્મ કરાયું... તેના 19 વર્ષના ભાઈએ તેની બહેનને બચાવવાનો પ્રયાસ કર્યો, તો તેની પણ હત્યા કરી દેવાઈ... બાદમાં ત્રણેય મહિલાઓ કોઈક રીતે જીવ બચાવી શકી.

શું છે મણિપુર વિવાદ ?

મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (એસટી)નો દરજ્જો આપવાની મેઈતી સમુદાયની માંગના વિરોધમાં ત્રીજી મેએ પર્વતીય જિલ્લાઓમાં આદિવાસી એકજુટતા માર્ચનું આયોજન કરાયા બાદ હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે. મણિપુરમાં મેઈતી સમુદાયની 53 ટકા વસ્તી છે અને તેઓ મુખ્યરૂપે ઈમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નગા અને કુકી જેવા આદિવાસી સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તેઓ મુખ્યત્વે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો