USના જ્યોર્જિયામાં અંધાધૂંધ ગોળીબાર, 4 લોકોનાં મોત, ફરાર હુમલાખોરને પોલીસે પકડી પાડ્યો
અમેરિકાના જ્યોર્જિયાના એટલાન્ટામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. ઘટનાને અંજામ આપ્યા બાદ બાદ હુમલાખોર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે તેની ધરપકડ કરી હતી. હુમલાખોરની ઓળખ આન્દ્રે લોંગમોર તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે આ હુમલામાં ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત થયું છે.
હુમલાખોરની ધરપકડ કરાઈ
હેમ્પટન પોલીસ ચીફ જેમ્સ ટર્નરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 40 વર્ષીય આન્દ્રે લોંગમોરની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગોળીબાર 8,500 લોકોની વસ્તીવાળા શહેર હેમ્પટનના એક વિસ્તારમાં થયો હતો. ટર્નરે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેણે કહ્યું કે લોંગમોર હેમ્પટનનો રહેવાસી છે, પરંતુ હુમલાખોરે આ ઘટનાને શા માટે અંજામ આપ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.
અમેરિકામાં આ પ્રકારની પહેલી ઘટના નથી
પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ આરોપી લગભગ 5 થી 6 કલાક સુધી ફરાર હતો. પોલીસે ઘણી જગ્યાએ મોટા પાયે દરોડા પાડ્યા હતા. આરોપીઓને પકડવા માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી. અમેરિકામાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. તાજેતરના સમયમાં આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે જેમાં અમેરિકાના જુદા જુદા ભાગોમાં ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. લગભગ 11 દિવસ પહેલા, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા કાઉન્ટી (પ્રાંત)માં આવી જ ઘટના બની હતી. તેમાં 8 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4ના મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે પણ આરોપીઓએ શા માટે ફાયરિંગ કર્યું તે જાણી શકાયું નહોતું.
Comments
Post a Comment