ટેન્ડરમાં કરોડોના કૌભાંડનો મામલો : દેશભરમાં 12 સ્થળોએ CBIના દરોડા, સેનાની MES યુનિટ પણ તપાસ હેઠળ
નવી દિલ્હી, તા.21 જુલાઈ-2023, શુક્રવાર
મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ (MES) જબલપુર દ્વારા છેલ્લા 3 વર્ષમાં બાંધકામના કામ માટે જારી કરાયેલા ટેન્ડરમાં લગભગ 4 કરોડનાં કૌભાંડનો ભાંડો ફુટ્યો છે. સીબીઆઈએ 8 MESના કર્મચારીઓમાંથી 9 કોન્ટ્રાક્ટ કંપનીઓ સામે કેસ નોંધ્યો છે. CBIએ MES ઓફિસ જબલપુર સહિત દેશભરમાં 12 સ્થળોએ દરોડા પાડીને કૌભાંડ સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા છે.
14 ટેન્ડરમાં અંદાજે 4 કરોડ રૂપિયાનું કૌભાંડ
CBIના સૂત્રોના જણાવ્યા અનુસાર, મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ જબલપુર દ્વારા છેલ્લા 3 વર્ષમાં નિર્માણ કાર્ય સંબંધિત જારી કરાયેલા 14 ટેન્ડરોમાં ગેરરીતિઓ જોવા મળી છે. બુકમાં નકલી એન્ટ્રી કરવામાં આવી અને સુપરવાઈઝર તેને પાસ કરી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે... આ રીતે 14 ટેન્ડરમાં અંદાજે 4 કરોડ રૂપિયાનું કૌભાંડનો ભાંડો ફુટ્યો છે.
MES અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી ખાનગી કંપનીઓને ફાયદો કરાવ્યો
CBI અને ACBની ટીમે જબલપુર, જોધપુર, પ્રયાગરાજ અને શિલોંગમાં એમઈએસના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં કૌભાંડને લગતા મહત્વના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, કાગળોમાં નકલી રિનોવેશન અને બાંધકામનું કન્સ્ટ્રક્શન વર્ક બતાવી આ કૌભાંડ વર્ષ 2020-21, 2021-22 અને 2022-23માં એટલે કે છેલ્લા 3 વર્ષમાં કરાયું હોવાનું સામે આવ્યું છે, જેમાં MES અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી ખાનગી કંપનીઓને ફાયદો કરાવ્યો.
17 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, ઉચાપત અને બનાવટી કલમો હેઠળ FIR નોંધાઈ
CBIએ એનઈએસના જીઈ ધીરજ કુમાર અને બી.એન.વર્મા, એજીઈ રાજીવ ભારતી અને કે.એમ.વિશ્વકર્મા, જેઈ રાજેશ કુમાર ત્રિપાઠી, મુકેશ તિવારી, મિન્ટુ, મુકેશ કુમાર સહિત 9 કોન્ટ્રાક્ટ કંપનીઓ સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સીબીઆઈની આ કાર્યવાહીથી એમઈએસમાં ખળભળાટ મચી ગયો હતો. જબલપુર સીબીઆઈ અને એસીબીએ એમઈએસના પૂર્વ અને વર્તમાન જીઈ સહિત 17 આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, ઉચાપત અને બનાવટી કલમો હેઠળ FIR નોંધી છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
Comments
Post a Comment