સીમા હૈદર મામલે હુમલો... પાકિસ્તાનમાં 1 મંદિર પર રોકેટ લોન્ચર ફેંકાયુ તો બીજુ મોલના નામે તોડાયું

Image - Twitter

કરાંચી, તા.16 જુલાઈ-2023, રવિવાર

પાકિસ્તાનની મહિલા સીમા હૈદર પ્રેમી સચિન મીણા સાથે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં રહી રહી છે. સીમા ભારતમાં ઘણા દિવસોથી ચર્ચામાં આવી છે... સીમાની દેશમાં લોકપ્રિયતા વધતા તેની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. સીમાએ કહ્યું છે કે, તે પ્રેમી સચિન માટે મુસ્લિમ ધર્મને છોડીને હિંદુ બની ગઈ છે અને આ જ વાત પડોશી દેશમાં બેઠેલા કેટલાક લોકોને પસંદ આવી રહી નથી. તેઓ એવા ગુસ્સે ભરાયા છે કે, હિન્દુ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.

સિંધ અને કરાંચીમાં મંદિર પર હુમલો

સિંધ અને કરાંચીમાં મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સિંધના કંધકોટમાં એક મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરાયો છે. આ હુમલામાં ઘણા આધુનિક હથિયારોનો ઉપયોગ કરાયો છે. તો કરાંચીમાં 150 વર્ષ જુના એક હિન્દુ મંદિરને તોડી નાખવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ કરાંચીના સોલ્જર બજારમાં મારી માતાનું મંદિર આવેલું છે, જેને એક બિલ્ડરે શોપિંગ મોલ બનાવવા નામે તોડી પાડ્યું છે.

કરાંચીમાં હિંદુ મંદિરની જમીન પ્રમોટરને વેચી દેવાઈ

એવું કહેવામાં આવી રહ્યું છે. એક શોપિંગ પ્લાજા પ્રમોટરને મંદિરની જમીન 7 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી, ત્યારબાદ પોલીસ કર્મચારીઓની હાજરીમાં મંદિર પર બુલડોજર ફેરવી દેવાયું... પાકિસ્તાની મીડિયા મુજબ સોલ્જર બજાર પોલીસ સ્ટેશનની નજીક મુખી ચોહિતરામ રોડ પર મારી માતા મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં એક જુનુ શ્રી પંચ મુખી હનુમાન મંદિર પણ આવેલું છે. આ મંદિરના શ્રી રામ નાથ મિશ્રા મહારાજે ડૉનને જણાવ્યું કે, આ ખુબ જુનુ મંદિર છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મંદિરનું નિર્માણ 150 વર્ષ પહેલા થયું હતું.

ડાકુઓએ આપી હતી ધમકી

તાજેતરમાં જ પાકિસ્તાનના એક ડાકુએ ધમકી આપી હતી કે, જો સીમા હૈદર પાકિસ્તાનમાં પરત આવી તો અમે બે દિવસની અંદર મંદિરો પર હુમલો કરી દઈશું... તેણે કહ્યું હતું કે, અમે અહીંના હિંદુઓને નહીં છોડીએ... જે રીતે સીમા હૈદરના બહાને અને મોલ બનાવવા માટે હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તે જોઈને સાબિત થાય છે કે, પાકિસ્તાનમાં હિન્દૂઓ સુરક્ષિત નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે