મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માગ, સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી
image : IANS |
એક તરફ જ્યાં આજે વિપક્ષી પાર્ટીઓ સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ સુપ્રીમ કોર્ટ પણ મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ મામલે સુનાવણી કરશે. બીજીબાજુ તૃણમૂલ કોંગ્રેસ પણ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મણિપુર મામલે નિંદા પ્રસ્તાવ રજૂ કરશે. કેન્દ્ર સરકારે 27 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં કેન્દ્રએ કહ્યું હતું કે મહિલાઓ સાથે દુર્વ્યવહારના મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તારીખ બદલાઈ રહી છે પણ રાજ્યમાં પરિસ્થિતિ બદલાઈ રહી નથી. હવે આ મુદ્દે સુપ્રીમ કોર્ટ એક્શનમાં છે. મણિપુરમાં મહિલાઓ સાથે અભદ્રતાના મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કેન્દ્ર સરકારે આ કેસની સુનાવણી મણિપુરની બહાર ખસેડવાની માંગ કરી છે. આ કેસમાં ટ્રાયલ ફાસ્ટ ટ્રેક પર ચલાવવાની પણ માંગ કરવામાં આવી છે જેથી ચાર્જશીટ દાખલ થયાના 6 મહિનામાં કાર્યવાહી થઈ શકે.
કેન્દ્રએ 27 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી
મણિપુરની મહિલાઓના વાયરલ વીડિયો મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે ગુરુવારે (27 જુલાઈ) એફિડેવિટમાં કહ્યું હતું કે રાજ્ય સરકારની પરવાનગીથી કેસની તપાસ CBIને ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. કેન્દ્રએ કહ્યું કે કેસનો ઝડપી નિકાલ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કેસને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવાનો આદેશ આપવો જોઈએ.
Comments
Post a Comment