રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો
Image : pixbay |
છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે રામબનમાં વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની છે. આ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સતત વરસાદને કારણે તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે.
Jammu-Srinagar National Highway closed due to heavy rainfall and landslides at various places in Ramban, clearance work underway
— ANI (@ANI) July 22, 2023
(Video source - J&K Traffic Police) pic.twitter.com/yo0ZXUGtlZ
હાઈવે ટૂંક સમયમાં શરુ થશે : સ્થાનિક પ્રશાશન
રામબનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે સતત વરસાદને કારણે રામબનમાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. જેના કારણે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે હાઇવે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનની ચેતવણી
હવામાન વિભાગે આજે જમ્મુ વિભાગના કેટલાક ભાગોમાં ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન અને ખડકો પડવાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુમાં આગામી 24 જુલાઈ સુધી હવામાનમાં વધઘટ ચાલુ રહેશે. આ સિવાય ભારે વરસાદની પણ આગાહી કરી છે.
Comments
Post a Comment