ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: ચાર સગા દેરાણી-જેઠાણીના મોત, 18 ઈજાગ્રસ્ત
Road Accident In Surendranagar: ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાતે ટ્રક અને પીકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 4 મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.
Comments
Post a Comment