ટોલ ટેક્સ મુદ્દે હાઇવે ઓથોરિટીનો મોટો નિર્ણય, બેંકને સોંપાશે વસૂલાતનું કામ
Toll Tax : નેશનલ હાઇવે પર ટોલ વસૂલાતમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ હવે ટોલ વસૂલાતનું કામ બેંકોને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ નવી સિસ્ટમ દ્વારકા એક્સપ્રેસવેથી શરૂ થશે, જે ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલ કલેક્શન સિસ્ટમ બની છે. એનએચએઆઇ એ આ માટે બેંકો પાસેથી બિડ મંગાવી છે, જેમાં સૌથી વધુ રેવન્યુ હિસ્સો આપનાર બેંકને ત્રણ વર્ષ માટે ટોલિંગ અધિકારો આપવામાં આવશે.
Comments
Post a Comment