વડોદરામાં હત્યાની ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાયું, ગેરકાયદે દબાણો કરાયા દૂર


Vadodara Murder Case : વડોદરાના નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્ર તપન પરમારની બાબર પઠાણે છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં તંગ માહોલ બનેલો છે. તપન પરમાર હત્યા કેસમાં પોલીસે શરૂઆતમાં 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર કોર્ટે મોકલ્યા છે. તો ઘટનાને લઈને બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આજે તેની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના નેતાઓ પણ જોડાયા હતા.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો