ટ્રમ્પ પદ સંભાળે તે પહેલાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ કરવા માંગે છે બાઈડેન: ટ્રમ્પ જુનિયર


- બાયડેન જાણી જોઇને હિંસા ભડકાવવા માગે છે જેથી ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે : તેથી તેમણે અમેરિકા મિસાઇલ રશિયા સામે વાપરવા યુક્રેનને છૂટ આપી છે

 ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ અમેરિકાનું પ્રમુખ પદ સંભાળે તે પૂર્વે અંતરરાષ્ટ્રીય તંગદિલી ઊભી કરવાનો પ્રમુખ જો બાયડેન ઉપર આક્ષેપ મુકતાં ડૉનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયરે કહ્યું છે કે, બાયડેન જાણી જોઇને હિંસા ભડકાવવા માગે છે, જેથી ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે જો બાયડેને યુક્રેનને રશિયા સામેનાં યુદ્ધમાં અમેરિકાનાં મિસાઇલ્સ વાપરવાની મંજૂરી આપી છે. જુનિયર ટ્રમ્પનું કહેવું છે કે આ તંગદિલી આસાનીથી સંભાળી શકાય તેમ હતી, પરંતુ તેમ કરવામાં બાયડેન નિષ્ફળ રહ્યા છે.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની