અમેરિકામાં આજે ફેંસલો : કમલાના માથે તાજ કે ટ્રમ્પનું ફરી રાજ
- કમલા હેરિસને અમેરિકાનાં પહેલાં મહિલા પ્રમુખ બનવાની આશા
- અમેરિકન પ્રમુખ બનવા 538માંથી 270 ઈલેક્ટોરલ વોટ જરૂરી, પહેલા પરિણામમાં ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલે ગામમાં ટ્રમ્પ-હેરિસ બંનેને 3-3 વોટ મળ્યા
- અમેરિકાની રાજ્ય અને સ્થાનિક ચૂંટણીમાં 36 ભારતીય અમેરિકનોએ પણ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું
વોશિંગ્ટન ડીસી : અમેરિકામાં પ્રમુખપદની ઐતિહાસિક ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં ઈતિહાસનું ફરી એક વખત પુનરાવર્તન થશે કે નવો ઈતિહાસ રચાશે તે આવતીકાલે બુધવારે જાહેર થઈ જશે, કારણ કે ૨૦ રાજ્યોમાં મતદાન શરૂ થવાની સાથે મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે. ડેમોક્રેટ હેરીસ અને રિપબ્લિકન ટ્રમ્પ વચ્ચે આકરી સ્પર્ધા જોવા મળી રહી છે.
Comments
Post a Comment