ગાઝાપટ્ટી, લેબેનોન પછી ઈઝરાયલે સીરિયાનો કચ્ચરઘાણ કાઢવાનું શરૂ કર્યું, દમિશ્કમાં એક બાદ એક એરસ્ટ્રાઈક
ગાઝામાં હમાસ અને લેબનોનમાં હીઝબુલ્લાહ સામે મોટા અભિયાન પછી ઇઝરાયેલે હવે વધુ એક મુસ્લિમ દેશ સામે મોરચો ખોલ્યો છે. ઇઝરાયેલના હવાઈ દળે પ્રોક્સી આતંકવાદી સંગઠનોના ગઢ બનેલા સીરિયા પર તેના હુમલા તેજ કર્યા છે. ઇઝરાયેલ તેને ઇરાની ઓક્ટોપસ કહે છે, જે યહૂદી દેશને ચારેય બાજુએથી ઘેરીને બેઠેલા છે. મીડિયા મુજબ ઇઝરાયેલા સીરિયા પર હુમલા વધાર્યા છે.
ઇઝરાયેલે શુક્રવારે સળંગ બીજા દિવસે સીરિયાની રાજધાની દમિશ્કના મેજેહ પર હુમલો કર્યો હતો.
Comments
Post a Comment