મહારાષ્ટ્રમાં CM પદ માટે ખેંચતાણ: ફડણવીસના નામ પર શિંદેએ ફસાવ્યો પેચ


- મહારાષ્ટ્રમાં વિધાનસભાના પરિણામો પછી ભાજપ-શિવસેના વચ્ચે 2019ના નાટકનું પુનરાવર્તન

- સીએમપદ માટે શિંદે અને ફડણવીસના ટેકેદારોની સામસામે મહાઆરતી અને મહાપૂજા 132 બેઠક મેળવીને પણ ભાજપને રાહત નહીં : અજિત જૂથનું ફડણવીસને સમર્થન

- બિહાર પેટર્નની જેમ મહારાષ્ટ્રમાં પણ શિંદેને જ સીએમ બનાવવા શિંદે સેનાની જાહેરમાં માગણી

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભાના પરિણામોમાં ભાજપને ૨૮૮માંથી ૧૩૨ બેઠકો મળવા છતાં ૪૮ કલાક પછી પણ તે સીએમ પદની જાહેરાત ન કરી શકતાં મહાયુતિની એકતા પોકળ સાબિત થઈ રહી છે અને મહારાષ્ટ્રમાં સતત પાંચ  વર્ષથી ચાલતાં રાજકીય મહાનાટકમાં નવો અંક શરુ થયો છે. ભાજપે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવાનું લગભગ નક્કી જ કરી લીધું છે પરંતુ એકનાથ શિંદેએ પોતે જ સીએમ પદે ચાલુ રહે તેવી જીદ પકડતાં ભાજપના મોવડીઓ ટેન્શનમાં મૂકાયા છે. દેવેન્દ્ર ફડણવીસનું નામ  ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે તેવી અટકળો વચ્ચે શિંદે સેનાએ આજે સાફ સાફ કહી દીધું હતું કે અમે કોઈનાય નામ માટે મંજૂરી આપી નથી .

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો