Posts

Showing posts from 2025

ભારત સાથે પંગો, ખાલિસ્તાની પ્રોપગેન્ડા, ટ્રમ્પ-મસ્કનો ઝટકો... કેનેડાના PM ટ્રુડોની ગેમ આવી રીતે થઈ ફિનિશ

Image
Canada PM Justin Trudeau Resignation Reason : ખાલિસ્તાની પ્રોપગેન્ડા અને ભારત વિરોધી એજન્ડાના દમ પર પોતાની રાજકીય કારકિર્દી ચમકાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના દિવસો પુરા થઈ ગયા છે. ટ્રુડોની લોકપ્રિયાતા ઘટતા અને તેમની જ પાર્ટીમાં આંતરિક અસંતોષ જેવા અનેક કારણોના લીધે તેમણે રાજીનામું આપવું પડ્યું છે. આમ તો ટ્રુડોનો ખરો રાજકીય ખેલ 2013માં શરૂ થયો અને તેઓ હરણફાળ ગતિએ આકાશે આંબ્યા, પરંતુ વર્ષ 2025 આવતાની સાથે જ તેઓ પાંચ બાબતોના કારણે જમીન પર પછડાયા અને છેવટે રાજીનામું આપી દેવું પડ્યું. ટ્રુડોએ લિબરલ પાર્ટીને સંકટમાંથી ઉગારી વાસ્તવમાં એક સમય એ હતો કે, લિબરલ પાર્ટી ભારે સંકટમાં હતી અને પાર્ટી હાઉસ ઑફ કોમન્સમાં પ્રથમવાર ત્રીજા સ્થાને ધકેલાઈ ગઈ હતી.

સાપ્તાહિક રાશિફળ : મેષ રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું, મકર રાશિવાળાએ વાતચીતમાં ઉશ્કેરાટથી બચવું, જાણો તમામ રાશિઓનું ફળ

Image
સાપ્તાહિક રાશિફળ : આજથી નવા વર્ષના જાન્યુઆરી મહિનાનું પહેલું સપ્તાહ (06 જાન્યુઆરી થી 12 જાન્યુઆરી ) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક રાશિ ભવિષ્ય પ્રમાણે મેષ રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, તો તુલા રાશિના જાતકોએ વાતચીત કરવામાં કાળજી રાખવી. વૃશ્ચિક રાશિના જાતકોએ શાંતિથી સમય પસાર કરવો.

અમેરિકામાં હિમવર્ષાનું એલર્ટ, 6 કરોડ લોકોને અસરની સંભાવના, અનેક રાજ્યોમાં ઈમરજન્સી જાહેર

Image
America Snowstorm Alert : અમેરિકન હવામાન વિભાગે અમેરિકામાં હિમવર્ષાને પગલે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે અનેક રાજ્યોમાં શક્તિશાળી બરફનું તોફાન આવવાની સંભાવના વ્યક્ત કરી ચેતવણી જાહેર કરી છે.  1300 માઈલ સુધી અસર થવાની શક્યતા રાષ્ટ્રીય હવામાન વિભાગની માહિતી મુજબ, અમેરિકાના મધ્યથી બરફનું તોફાન શરૂ થવાની તેમજ 1300 માઈલ વિસ્તાર સુધી તેની અસર થવાની આગાહી કરાઈ છે. વિભાગે હિમવર્ષા, ભયંકર બરફ વર્ષા, વરસાદ અને ભારે તોફાનની સંભાવનાને ધ્યાને રાખી અનેક રાજ્યોને ચેતવણી આપી છે.

માતા-પિતાની સારસંભાળ ન રાખી તો સંતાનોએ પરત આપવી પડશે સંપત્તિ: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Image
Supreme Court : તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માતા-પિતાની સારસંભાળને લઈને એક ખૂબ જ મહત્તવપૂર્ણ નિર્ણય આપ્યો હતો. જેનાથી દેશના અનેક વૃદ્ધોને ફાયદો થશે. આ નિર્ણય પછી એક આશાનું કિરણ જાગ્યું છે કે સંતાનો તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેશે અને તેમની સાથે સારો વ્યવહાર કરશે . ભારતમાં ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં માતા-પિતા પોતાના સંતાનોના નામે પ્રોપર્ટી ટ્રાન્સફર કર્યા બાદ સંતાનો તેમની સાથે સારો વ્યવહાર કરતા નથી અને તેમની કાળજી પણ લેતા નથી અને તેમને એકલા છોડી દે છે. જો કે, કોર્ટના આ નિર્ણય બાદ હવે તેઓ આવું કરી શકશે નહી.

મણિપુરમાં ફરી ભડકી હિંસા, કુકી ઉગ્રવાદીઓએ ડીસી ઓફિસ પર કર્યો હુમલો, SP ઘાયલ

Image
Manipur Violence: મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ફરી એખવાર હિંસા ભડકી છે, કાંગપોકપી કુકી અને આદિવાસી બહુમતિ ધરાવતો પહાડી વિસ્તાર છે, જ્યાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. કાંગપોકપી વિસ્તારમાં ડીસી (જિલ્લા કલેક્ટર) કાર્યાલય પર હુમલાની માહિતી સામે આવી છે. જણાવાય રહ્યું છે કે, કેટલાક લોકોએ વહીવટી મુખ્યાલય પર માર્ચ કરતા હુમલો કરી દીધો. આ હિંસક અથડામણમાં મણિપુર પોલીસના SP ઘાયલ થઈ ગયા છે. હિંસા અને તણાવને લઈને કાંગપોકપી જિલ્લામાં સ્થિતિ બગડી ગઈ છે.

'ભારતમાં ભટકતી આત્માઓ સનાતન અને હિન્દુ શબ્દો સાંભળીને ચોંકી જાય છે', ઉપરાષ્ટ્રપતિનું મોટું નિવેદન

Image
Vice President Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુક્રવારે સનાતન ધર્મને લઈને મોટી વાત કહી. ઉપરાષ્ટ્રપતિએ જેએનયુમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'દેશમાં કેટલાક એવા લોકો છે જે સનાતન અને હિન્દુ શબ્દ સાંભળીને જ ચોંકી જાય છે. હું તેમને ભ્રમિત માનું છું.' 'સનાતન અને હિન્દુ શબ્દ બોલતા જ આઘાતજનક પ્રતિક્રિયા આપે છે' જગદીપ ધનખડે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે, 'ભારતમાં સનાતન અને હિન્દુ શબ્દ સાંભળતા જ અમુક ભ્રમિત લોકોની પ્રતિક્રિયા સામે આવે છે.

ડૉલર સામે સતત તૂટતો રૂપિયો, 85.75 ના નવા તળીયે, જ્યારે શેરબજારમાં તેજીનો માહોલ

Image
Rupee vs dollar News | નવા કેલેન્ડર વર્ષના પ્રારંભે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં પૂન:પ્રવેશ કરવાની સાથે બજારના અન્ય ખેલાડીઓએ પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરતા  ભારતીય શેરબજારમાં આજે તેજીના સુસવાટામાં સેન્સેક્સમાં 1436 અને નિફ્ટીમાં 445 પોઈન્ટનો ઊછાળો નોંધાયો હતો. તો બીજી તરફ ડોલર સામે ભારતીય રૂપિયાનું ઐતિહાસિક પતન જારી રહેતા આજે રૂપિયો 85.75ના નવા તળિયે પટકાયો હતો. શેરબજારમાં લાંબા સમય બાદ ફરી એકવાર નવા વર્ષના પ્રારંભે સંગીન સુધારો થયા બાદ સતત પીછેહઠના પગલે હેવીવેઈટ શેરો નીચા મથાળે ઉતરી આવતા વિદેશી રોકાણકારોએ આ શેરોમાં મોટા પાયે નવી લેવાલી હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક ખેલાડીઓ, ઓપરેટરો તેમજ રોકાણકારો દ્વારા પણ નીચા મથાળે નવી લેવાલી હાથ ધરાતા બજારમાં સુધારા ચાલ એકધારી આગળ વધતા તેજીનો માહોલ ઉભો થયો હતો.

મહારાષ્ટ્રમાં 2800 કરોડનું કૌભાંડ? શિંદેને ફડણવીસ બાદ વિપક્ષે આપ્યો ઝટકો

Image
Maharashtra Bus Rental Scam : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ‘બસ ભાડે લેવાના’ નિર્ણય મામલે મોટો ઝટકો આપ્યો છે. બીજીતરફ વિપક્ષે શિંદે સરકારના રાજમાં 2800 કરોડનું કૌભાંડ થવાનો આક્ષેપ કર્યો છે. વાસ્તવમાં શિંદેની આગેવાની હેઠળની સરકાર વખતે રાજ્યમાં બસ ભાડે લેવાનો નિર્ણય કરાયો હતો, જોકે બાદમાં ફડણવીસ મુખ્યમંત્રી બન્યા અને તેમણે શિંદેના નિર્ણયનો રિવ્યૂ કર્યો હતો. પછી તેમણે શિંદેના નિર્ણયને અટકાવવાનું મન બનાવી લીધું છે. આ મામલો સામે આવ્યા બાદ વિપક્ષે પણ શિંદેને ઘેરવાનું શરૂ કરી લીધું છે.

ભાજપ સંગઠનમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી, ગુજરાત સહિતના રાજ્યોમાં અધિકારીઓની નિમણૂક

Image
BJP Election Officers : ભાજપે વિવિધ રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદ સભ્યોની ચૂંટણી માટે ગુરુવારે (2 જાન્યુઆરી) ચૂંટણી અધિકારીઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીઓ સહિત સિનિયર નેતાઓને તેમના રાજ્યોમાં આંતરિક ચૂંટણીના યોગ્ય સંચાલનને સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.  કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઇ ભાજપે ખાસ રાજ્યોની જવાબદારી કેન્દ્રીય મંત્રીઓને સોંપી છે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના ચૂંટણી અધિકારી બનાવાયા છે, જ્યારે પીયૂષ ગોયલને ઉત્તર પ્રદેશ, મનોહર લાલ ખટ્ટરને બિહાર, સુનીલ બંસલને ગોવા, ધર્મેન્દ્ર પ્રધાનને મધ્ય પ્રદેશ અને શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના અધિકારી બનાવવામાં આવ્યા છે.

VIDEO: સિંગર દિલજીત દોસાંઝે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, જુઓ બંને વચ્ચે શું થઈ વાતચીત

Image
Diljit Dosanjh meets PM Modi: સિંગર દિલજીત દોસાંઝે નવા વર્ષના પહેલા દિવસે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો અને વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. દિલજીતે વડાપ્રધાનને ગીત સંભળાવ્યું દિલજીતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દિલજીત વડાપ્રધાનને મળવા જાય છે ત્યારે વડાપ્રધાન તેમને 'સત શ્રી અકાલ' કહેતા જોવા મળી રહ્યા છે.

'રાહુલ ગાંધી 2025માં સીરિયસ થઈ જાય, દેશને તેમની જરૂર', બોલ્યા બ્રિજભૂષણ શરણ સિંહ

Image
Brij Bhushan Sharan Singh On Rahul Gandhi:   ઉત્તર પ્રદેશના ગોંડાથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સિંહે કહ્યું છે કે તેમણે રાજકારણમાં સક્રિય રહેવું જોઈએ. આ ઉપરાંત સિંહે પૂર્વ પીએમ મનમોહન સિંહની સમાધિ પર થઈ રહેલી રાજનીતિ પર પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'વિપક્ષ અને રાહુલ ગાંધીનું રાજકારણમાં સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે, તેઓએ એવા મુદ્દા ઉઠાવવા જોઈએ જેનાથી જનતાને ફાયદો થાય.' મનમોહન સિંહના સ્મારક પર રાજનીતિ ન કરવી જોઈએ