હજારો H-1B અરજદારોના ઈન્ટરવ્યૂ અચાનક મોકૂફ, જાણો હવે નવી તારીખ ક્યારે જાહેર થશે?


H-1B News : ચાલુ મહિનાનાં અંતમાં ભારતમાં થનારા હજારો એચ-1બી અરજદારોનાં અગાઉથી નિર્ધારિત ઇન્ટરવ્યુ અચાનક અનેક મહિનાઓ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરજદારોની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓનલાઇન પ્રોફાઇલ તપાસ કરવા માટે આ ઇન્ટરવ્યુ મોકૂફ રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આગામી સપ્તાહમાં જે અરજદારોનાં ઇન્ટરવ્યુ હતાં તેમને અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓ તરફથી ઇમેલ દ્વારા જાણ કરવામાં આવી છે કે તેમના ઇન્ટરવ્યુ આગામી વર્ષે મે સુધી મોકૂફ રાખવામાં આવ્યા છે. 

વધુ તપાસ કરવાના ભાગરૂપે એચ-1બી વિઝા અરજદારોના નિર્ધારિત ઇન્ટરવ્યુ એક સાથે કેન્સલ કરવાથી તેમને અમેરિકા પરત ફરવામાં ઘણો વિલંબ થવાનો છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન