ટ્રમ્પની ધમકીઓની ઐસી-તૈસી: ભારતે નવેમ્બરમાં 5 મહિનાનું રેકોર્ડ 2.6 અબજ યુરોનું રશિયન ક્રૂડ આયાત કર્યું

India vs Russia Crude Oil News : ભારતે નવેમ્બર ૨૦૨૫માં રશિયાના ક્રૂડ ઓઈલની આયાત ચાર ટકા વધારતો 2.6 અબજ યુરો સુધી પહોંચી ગઈ હતી, જે પાંચ મહિનામાં સૌથી વધુ છે. ભારતે આ ક્રૂડ ઓઈલને રિફાઈન્ડ કરી તેનો મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયામાં નિકાસ કર્યો હતો તેમ યુરોપની એક થિંકટેંકે શુક્રવારે દાવો કર્યો હતો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપના દેશોએ રશિયાના ક્રૂડ ઓઈલની આયાત સામે ભારતને આકરા પ્રતિબંધોની ધમકી આપી હતી. પરંતુ ભારતે આ ધમકીઓની ધરાર અવગણના કરી હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે.
Comments
Post a Comment