ભારત પાછા ફર્યા બાદ પુતિનનું યુક્રેન પર આક્રમણ, 653 ડ્રોન, 51 મિસાઈલ સાથે સૈન્યનો હુમલો


Russia vs Ukrain War Updates : રશિયા યુક્રેન પર શનિવારે જાણે યુક્રેનનો શનિ વક્રી થયો હોય તેમ તૂટી પડયું હતું. લગભગ 51 મિસાઇલ અને 653  ડ્રોન વડે કરેલા હુમલાના કારણે યુક્રેનને ચોક્કસપણે લાગ્યું હશે કે તેને ખરેખર શનિની પનોતી ચાલી રહી છે. બીજી બાજુ અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ લગભગ ચાર વર્ષથી ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે મંત્રણા કરવા સળંગ ત્રીજો દિવસ મીટિંગ કરવાના છે. 

યુક્રેનના લશ્કરે લગભગ 585 ડ્રોન ખતમ કર્યા હતા અને 30 મિસાઇલ પણ આંતરી હતી, એમ જણાવતા હવાઈદળે ઉમેર્યું હતું કે કુલ 29 સ્થળોએ હુમલા કરવામાં આવ્યાં હતા. યુક્રેનના ગૃહપ્રધાન ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે આ હુમલામાં આઠને ઇજા થઈ છે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન