એપસ્ટિન ફાઈલમાંથી ટ્રમ્પની તસવીરો હટાવવા 1000 લોકોને કામે લગાડાયા હતા: ડેમોક્રેટ સાંસદ


Donald Trump News : અમેરિકન ન્યાય વિભાગે શુક્રવારે કુખ્યાત ગુનેગાર જેફરી એપસ્ટિન સંબંધિત લાખો ફાઈલો જાહેર કરી હતી અને શનિવારે કેટલીક ફાઈલો ગાયબ થઈ ગઈ છે ત્યારે ડેમોક્રેટિક સેનેટર ડિક ડર્બિને આક્ષેપ કર્યો હતો કે એપસ્ટિન ફાઈલોમાંથી પ્રમુખ ટ્રમ્પની તસવીરો ગાયબ કરવા માટે સરકારે 1000 લોકોને 24 કલાક કામે લગાવાયા હતા. 

ન્યાય વિભાગે શુક્રવારે જેફરી એપસ્ટિન સંબંધિત લાખો દસ્તાવેજો જાહેર કર્યા હતા. જોકે, ડેમોક્રેટ સાંસદો અને અમેરિકનોની અપેક્ષા કરતા ઘણા ઓછા દસ્તાવેજો જાહેર કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો. ઈલિનોઈસના ડેમોક્રેટ સાંસદ ડિક ડર્બિને કહ્યું કે, ટ્રમ્પના એટર્ની જનરલ પામ બોન્ડીએ ૧૯ ડિસેમ્બરે એપસ્ટિનની ફાઈલો જાહેર થાય તે પહેલાં લાખો દસ્તાવેજોની સમીક્ષા માટે 1000 લોકોને 24 કલાક કામે લગાડવા એફબીઆઈ પર દબાણ કર્યું હતું. મને જાણવા મળ્યું છે કે આ લોકોને એપસ્ટિનની ફાઈલોમાં પ્રમુખ ટ્રમ્પ અંગેના કોઈપણ રેકોર્ડ તરફ 'ધ્યાન' દોરવાની સૂચના અપાઈ હતી, જેથી વાંધાજનક દસ્તાવેજોને જાહેર થતા રોકી શકાય.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો