નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન, ગાઝા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા

Israel PM Benjamin Netanyahu And PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે આજે (10 ડિસેમ્બર) ફરી એકવાર ફોન પર વાતચીત થઈ હતી. ઈઝરાયેલના વડાપ્રધાને પીએમ મોદીને ફોન કર્યો હતો, આ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સની નીતિ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ આતંકવાદની સખત નિંદા કરી
એક સત્તાવાર નિવેદન અનુસાર, ફોન પરની વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈઝરાયેલ (India-Israel Relations) વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં ચાલી રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પરસ્પર લાભ માટે આ સંબંધોને વધુ મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ પણ કરી હતી.
Comments
Post a Comment