કોચ્ચીમાં લોકડાઉન જેવી સ્થિતિ, લોકો ઘરોમાં કેદ, શાળા-કોલેજો બંધ, ડમ્પિંગ યાર્ડની આગે આખા શહેરની હાલત કરી ખરાબ

કોચ્ચી, તા.10 માર્ચ-2023, શુક્રવાર

હાલના દિવસોમાં કેરળના કોચી શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. અહીં બહુ ઓછા લોકો રસ્તા પર જોવા મળી છે. જે લોકો બહાર જોવા મળી રહ્યા છે, તેમના ચહેરા પર માસ્ક છે. સ્થિતિ એવી છે કે, બાળકો અને વૃદ્ધો સંપૂર્ણપણે ઘરમાં કેદ થઈ ગયા છે. આ બધુ કોરોનાના કારણે નહીં, પરંતુ અહીંના એક ડમ્પિંગ યાર્ડમાં લાગેલી આગને કારણે અહીં લોકો પરેશાન થઈ ગયા છે. એક અઠવાડિયા પહેલા બ્રહ્મપુરમ વિસ્તારમાં એક ડમ્પિંગ યાર્ડમાં આગ લાગી હતી, જેનો ઝેરી ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. 8 દિવસથી વધુ સમય થયો, છતાં લોકોને હજુ સુધી રાહત મળી નથી. અહીંના લોકોનું જીવન નરક બની ગયું છે. ઝેરી ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો આંખો અને ગળામાં બળતરા થઈ રહી છે.

લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ

બ્રહ્મપુરમ અને તેની આસપાસના વિસ્તારોમાં ઝેરી હવાને કારણે કેરળ સરકારે રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને બારીઓ અને દરવાજા ખુલ્લા ન રાખવા વિનંતી કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઝેરી ધુમાડાના કારણે કેન્સર જેવી અનેક જીવલેણ બીમારીઓ થઈ શકે છે. આગને ઓલવવા માટે 200 ફાયર ફાયટરોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અંદાજે 50 હજાર ટન કચરામાં આગ લાગી છે. ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સળગેલા પ્લાસ્ટિકના કારણે થયેલો ધુમાડો 70 ટકા ઓલવાઈ ગયો છે, જ્યારે 30 ટકા પરના આગને કાબુમાં લેવાની કામગીરી ચાલી રહ્યું છે.

શાળા-કોલેજો બંધ રખાઈ

આગ ઓલવવા માટે ભારતીય વાયુસેનાના એમઆઈ 17 હેલિકોપ્ટરનો ઉપયોગ થઈ રહ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખી કોચી અને પડોશી એર્નાકુલમ જિલ્લામાં તમામ શાળાઓ અને કોલેજોને બંધ કરવાના આદેશો જારી કરાયા છે. ડીએમઓ કચેરીમાં 24 કલાક કંટ્રોલરૂમ ઉભા કરાયા છે. કેરળ સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. લોકોને જોગિંગ અને કસરત કરવા માટે ઘરની બહાર ન નિકળવા સલાહ અપાઈ છે. તેમજ બહાર જતી વખતે N95 માસ્કનો ઉપયોગ કરવાની પણ સલાહ અપાઈ છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો