Posts

Showing posts from January, 2024

NABARD Grade A Prelims Result 2023 OUT: Direct Link to Download Merit List on nabard.org

NABARD Grade A Result 2023 Date: The result of the NABARD Grade A was released on November 4 on the official website. Check the preliminary scorecard at the direct link below.

Kannur University Result 2023 OUT at kannuruniversity.ac.in: Direct Link to Download UG Marksheet

Kannur University Result 2023 OUT: Kannur University declared the results of 2nd semester for UG courses like BSc, BCA, BA, BSW, BA, BCom, BBA on its official website. Check the direct link provided here and the steps to download the result.

ઝારખંડ: ધારાસભ્યો અને પરિવારના વિવાદને કારણે કલ્પના સોરેને ગુમાવી CM બનવાની તક!

Image
JMM Party and Soren Family Controversy : કરોડોના જમીન કૌભાંડ કેસ (Land Scam Case)માં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન (Jharkhand CM Hemant Soren)ની ધરપકડ કરવામાં આવી છે. ED દ્વારા આજે સાત કલાક પૂછપરછ દરમિયાન સોરેને સંતોષકારક જવાબ ન આપતા આ કાર્યવાહી કરાઈ છે. હેમંતે મુખ્યમંત્રી પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે, તો બીજીતરફ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેન (Champai Soren)નું પણ નામ સામે આવ્યું છે. આ પહેલા મુખ્યમંત્રી રેસમાં ચર્ચાસ્પદ બનેલું નામ હેમંતની પત્ની કલ્પના સોરેન (Kalpana Soren)નું નામ આગળ હતું, પરંતુ ઓ સીએમ રેસમાંથી આઉટ થતા સૌકોઈ ચોંકી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પક્ષના જ ધારાસભ્યોનો વિરોધ અને પારિવારિક વિવાદના કારણે કલ્પના સોરેને મુખ્યમંત્રી બનવાની તક ગુમાવી છે. ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી હેમંતની ધરપકડ બાદ હવે ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે, જે ચોંકાવનારું નામ છે, કારણ કે અત્યાર સુધી સોરેનની પત્ની કલ્પનાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું, પરંતુ બુધવારે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ, તો તેમાં ચંપઈ રાયને નેતા ચૂંટવામાં આવ્યા છે. કલ્પના મંગળવારની ધારાસભ્ય દ

ઝારખંડના નવા CM ચંપઈ સોરેન... અભ્યાસ ધો.10, બાળકો સાત, બે વખત બન્યા કેબિનેટ મંત્રી

Image
Who is Champai Soren : જમીન કૌભાંડ (Land Scam Case)માં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની (CM Hemant Soren) ધરપકડની ઘટના વચ્ચે નવા મુખ્યમંત્રીનું પણ નામ સામે આવી ગયું છે. ઈડીની કાર્યવાહી બાદ સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ધારાસભ્યોએ ચંપઈ સોરેનને વિધાયક દળના નેતા ચૂંટ્યા છે. ઝારખંડ ટાઈગર તરીકે જાણીતા ચંપઈ સોરેન હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી પદના શપથ લેશે. વર્તમાનમાં તેઓ કેબિનેટના વરિષ્ઠ મંત્રી છે. અગાઉ મુખ્યમંત્રી પદની રેસમાં હેમંત સોરેનની પત્ની કલ્પનાનું પણ નામ સામે આવ્યું હતું. જોકે હવે ચંપઈ સોરેન પર મહોર મરાઈ છે. કોણ છે ચંપઈ સોરેન? ચંપઈ સોરેન સરાયકેલા-ખરસાવાં જિલ્લાના જિલિંગગોડા ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ સિમલ સોરેન છે, જેઓ ખેતી કરતા હતા. ચંપઈના ત્રણ ભાઈ છે, જેમાંથી તેઓ સૌથી મોટા છે. તેમણે ધોરણ-10 સુધી અબ્યાસ કર્યો છે. તેમના નાની ઉંમરે જ માનકો સાથે લગ્ન કરી દેવાયા હતા. ચંપઈને ચાર પુત્રો અને ત્રણ પુત્રીઓ છે. આંદોલન બાદ ચંપઈની રાજકીય કારકિર્દી શરૂ થઈ એક સમયે ઝારખંડને બિહારથી અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી હતી, જેમાં શિબુ સોરેન સ

‘ભાજપે મતોની ચોરી કરી...’ ચંડીગઢ મેયર ચૂંટણીમાં હાર બાદ કેજરીવાલની પ્રતિક્રિયા

Image
Chandigarh Mayor Election : ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનની હાર થઈ છે. ગઠબંધનની સંખ્યા વધુ હોવા છતાં પણ મેયર ચૂંટણીમાં હાર થઈ છે. ભાજપની 16 મતો સાથે વિજય થયો છે. મેયર ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘ભાજપે વોટોની ચોરી કરી છે. 36માંથી આઠ મતો રદ કરાયા. ચૂંટણીમાં ભાજપે ગુંડાગર્દી અને છેતરપિંડી કરી છે. સ્થાનિક એડમિનિસ્ટ્રેશને ચૂંટણી પહેલા ત્યાં મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભાજપ 16 મતોથી જીતી ગઈ અને ગઠબંધનના આઠ મત રદ કરી દેવાયા.’ અરવિંદ કેજરીવાલે શું કહ્યું ? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) કહ્યું કે, ‘ચંડીગઢ નગર પાલિકાની ચૂંટણી બે વર્ષ પહેલા યોજાઈ હતી. નગરપાલિકામાં કુલ 36 કાઉન્સિલરની બેઠકો છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 13, કોંગ્રેસના સાત, ભાજપના 15 અને અકાલી દળનો એક કાઉન્સિલર છે. અકાલી દળનો કાઉન્સિલર ભાજપની સાથે છે. આમ ભાજપ પાસે કુલ 16 કાઉન્સિલરો છે. અત્યાર સુધી કોંગ્રેસ (Congress) અને આપ (AAP) જુદી જુદી ચૂંટણી લડ્યા હતા, તેથી છેલ્લા બે વર્ષથી BJPના જ મેયર અને ડેપ્યુટી મેયર બનતા હતા. પરંતુ આ વખતે કો

OIL India Recruitment 2024 Notification For 102 Senior Officer, Last Day to Apply Online

OIL India Recruitment 2024: Last day to apply online for 102 vacancies on the official website. Candidates can check the detailed information below, which includes the educational qualifications, age limit, salary, and other important details for senior officer posts

અમેરિકાએ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને વિઝા આપ્યા, દર 10 અરજદારમાં એક ભારતનો

Image
US Visa : ભારત સ્થિત અમેરિકન અધિકારીઓની ટીમે વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ અમેરિકન વિઝા જારી કર્યા છે. આ ઉપરાંત 2022ની તુલનાએ આ વર્ષે અરજદારોમાં પણ 60%નો વધારો થયો છે. બીજીતરફ વિઝિટર વિઝા એપોઇન્ટમેન્ટ વેઇટ ટાઇમમાં 75%નો ઘટાડો નોંધાયો છે. ભારત સ્થિત અમેરિકન એમ્બેસીએ કહ્યું કે, વિશ્વભરમાં દર 10 અમેરિકન અરજદારમાંથી એક ભારતીયનો સમાવેશ થાય છે. એક વર્ષમાં વિઝા માંગમાં 60%નો વધારો એમ્બેસીના નિવેદન મુજબ, ‘ભારત સ્થિત અમેરિકન એમ્બેસી અને વાણિજ્ય એમ્બેસીએ 2023માં રેકોર્ડ 14 લાખ અમેરિકન વિઝા જારી કર્યા છે. તમામ વિઝા કેટેગરીમાં અભૂતપૂર્વ માંગ નોંધાઈ છે અને તેમાં 2022ની તુલનાએ 60%નો વધારો થયો છે. વિશ્વભરમાં દર 10 અમેરિકન વિઝા અરજદારોમાંથી એક ભારતીયનો સમાવેશ થાય છે.’ વિઝિટ વિઝા માટે  સાત લાખથી વધુ   અરજી વિઝિટર વિઝા માટે અરજી કરનારાઓની સંખ્યા સાત લાખથી પણ વધુ નોંધાઈ છે. પ્રક્રિયામાં સુધારા અને સ્ટાફિંગમાં રોકાણને કારણે સમગ્ર દેશમાં વિઝિટર વિઝા માટે એપોઇન્ટમેન્ટ વેઈટિંગ ટાઈમ સરેરાશ 1000 દિવસથી ઘટાડીને માત્ર 250 દિવસ કરાયો છે. 1.40 લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા જારી કરાયા નિવેદનમાં જણાવાયું છે કે, 2023

બિહારમાં નીતિશ કુમારની નવમીવાર નવાજૂની

Image
- નીતિશે સવારે મહાગઠબંધનના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું, સાંજે એનડીએ સાથે સીએમપદના શપથ લીધા - ઈન્ડિયા-મહાગઠબંધનને છૂટાછેડા આપી નીતિશે ફરી એનડીએ સાથે ઘર માંડયું : 2005થી પાંચ વખત ચૂંટણી જીત્યા, નવ વખત સીએમ - પીએમ મોદીએ સવારે ફોન કર્યા પછી નીતિશ કુમારે રાજીનામું આપ્યું, એનડીએ સરકાર વિકાસ માટે કામ કરશે : વડાપ્રધાન - ભાજપે સુશીલ કુમારના બદલે સમ્રાટ ચૌધરી, વિજય સિંહાને નાયબ સીએમ બનાવી ફરી સૌને ચોંકાવ્યા પટના : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએ સાથે છેડો ફાડયાના માત્ર ૧૭ મહિનામાં ફરી એનડીએ સાથે જોડાઈ સરકાર બનાવી છે. આ સાથે હાડ થીજાવતી ઠંડી વચ્ચે બિહારમાં એક સપ્તાહથી સર્જાયેલી રાજકીય ગરમીમાં રવિવારે વડાપ્રધાન મોદીએ નીતિશ કુમારને કોલ કરીને એન્ટ્રી કરતાં આ રાજકીય નાટકનો અંત આવ્યો છે. નીતિશ કુમારે સવારે મહાગઠબંધનની સરકારના મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું. ત્યાર પછી સાંજે ૫.૦૦ વાગ્યે એનડીએ સાથે જોડાણ કરીને નવેસરથી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે નીતિશે વર્ષ ૨૦૦૫થી પાંચ વખત ચૂંટણી લડતા નવમી વખત અને ૧૮ વર્ષમાં માત્ર નવ મહિના સિવાયના સમયમાં મુખ્યમંત

ભારત જોડો ન્યાય યાત્રા: રાહુલે સિલિગુડીમાં બંગાળના કર્યા ભરપૂર વખાણ, મમતા-નીતીશ મુદ્દે ચૂપ

Image
Bharat Jodo Nyay Yatra in Siliguri : સિલીગુડી પહોંચેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પશ્ચિમ બંગાળના ભરપુર વખાણ કરવા સાથે ત્યાંના લોકોને દેશનો રસ્તો બતાવવાનું પણ આહવાન કર્યું છે. તો બીજીતરફ મમતા બેનર્જી (CM Mamata Banerjee) અને નીતીશ કુમાર (Bihar CM Nitish Kumar) મુદ્દે પણ ચુપ રહી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આજની યાત્રામાં TMCનો એક ઝંડો સુદ્ધા જોવા મળ્યો નથી, છતાં મમતાનો ઈગો હર્ટ ન થાય, નારાજ ન થાય તેનું ધ્યાન રાખી ઈશારામાં બંગાળના મુખ્યમંત્રીને સંદેશો આપ્યો છે. એટલું જ નહીં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ પણ કોઈ ભાષણ ન કર્યું. આ ઉપરાંત બિહારમાં રાજકીય ધમાસાણ છતાં રાહુલે નીતીશનો ઉલ્લેખ કરાયો નથી. LIVE: Shri @RahulGandhi resumes #BharatJodoNyayYatra from Siliguri, West Bengal. https://t.co/kXGWevq1tr — Congress (@INCIndia) January 28, 2024 ‘બંગાળે હંમેશા દેશનો રસ્તો બતાવ્યો છે’ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ લીધા વગર રાહુલે કહ્યું કે, ‘મારી યાત્રા દરમિયાન આ વખતે જેટલો પ્રેમ બંગાળમાંથી મળ્યો, તે

ડોનાલ્ડ ટ્રમ્પે રેપ ફરિયાદીને આઠ કરોડ ડોલર ચુકવવા પડશે

Image
- ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખની કોર્ટમાં સજ્જડ હાર - ટ્રમ્પે બળાત્કાર કર્યાનો ઈનકાર કરીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હોવાનો લેખિકા ઈ. જીન કેરોલનો આરોપ ન્યુ યોર્ક : અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મેનહટન જ્યુરીએ શુક્રવારે લેખિકા ઈ. જીન કેરોલને ૮.૩૩ કરોડ ડોલર ચુકવવાનો આદેશ આપ્યો હતો. કેરોલનો દાવો હતો કે ૧૯૯૦ના મધ્યના દાયકામાં ટ્રમ્પે તેના પર બળાત્કાર ગુજાર્યો હોવાનું નકારીને એક વિશ્વસનીય પત્રકાર તરીકેની તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. જ્યુરીએ પાંચ દિવસ ચાલેલી સુનાવણીમાં ત્રણ કલાકથી ઓછા સમયમાં આ ચુકાદો આપ્યો હતો. કેરોલે નુકસાની પેટે ઓછામાં ઓછા એક કરોડ ડોલરની માગણી કરી હતી. ટ્રમ્પે આ ચુકાદા સામે અપીલ કરવાનું નક્કી કર્યું છે. ૧૯૯૦ના દાયકામાં તેના પર બળાત્કાર કર્યો હોવાના આરોપને નકારતા હાલ ૮૦ વર્ષની કેરોલે નવેમ્બર ૨૦૧૯માં ટ્રમ્પ સામે દાવો માંડયો હતો. જ્યુરીએ કેરોલને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ ૧.૧ કરોડ સહિત વળતર પેટે ૧.૮૩ કરોડ ડોલર મંજૂર કર્યા હતા. ઉપરાંત દંડ તરીકે ૬.૫ કરોડ ડોલર પણ મંજૂર કર્યા હતા જે કેરોલના મતે ટ્રમ્પને તેની બદનામી કરતા રોકવા માટે જરૂરી હતા. ટ્રમ્પે પોતાના

લોકસભા ચૂંટણીમાં 96 કરોડ નાગરિકો મતદાન કરવા યોગ્ય, જેમાં મહિલાઓ લગભગ 50 ટકા

Image
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ તમામ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દીધી છે. આ વચ્ચે ભારતીય ચૂંટણી પંચે મતદારો આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચના અનુસાર, આગામી લોકસભા ચૂંટણીમાં 47 કરોડ મહિલાઓ સહિત 96 કરોડથી વધુ લોકો મતદાન કરવા પાત્ર છે. દેશભરમાં 12 લાખથી વધુ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે. મતદાન કરવા પાત્ર 1.73 કરોડથી વધુ લોકો 18થી 19 વર્ષની વયના છે. 1.5 કરોડ મતદાન કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા રાજકીય પક્ષોને મોકલવામાં આવેલા 2023ના પત્ર અનુસાર, 1951માં ભારતમાં 17.32 કરોડ નોંધાયેલા મતદારો હતા, જેની સંખ્યા 1957માં વધીને 19.37 કરોડ થઈ હતી. 2019ની સામાન્ય ચૂંટણીમાં 91.20 કરોડ મતદારો હતા. મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારોમાંથી અંદાજે 18 લાખ વિકલાંગ વ્યક્તિઓ છે. પહેલી લોકસભા ચૂંટણીમાં 45 ટકા મતદાન થયું હતું. ગત સંસદીય ચૂંટણીમાં 67 ટકા મતદાન થયું હતું. 2029 પહેલા એક સાથે ચૂંટણી યોજવી શક્ય નથી ચૂંટણી પંચે વધારાના મતદાન મથક અને સુરક્ષા સ્ટાફની સાથે વાહનોની સંખ્યા વધારવા અને EVM માટે વધુ મજબૂત સ્ટોરેજ સુવિધાઓ પર પણ ભાર મૂક્યો છે. નવા મશીનોના પ્ર

પંજાબમાં ટ્રક સાથે અથડાતા કારમાં લાગી ભીષણ આગ, ચાર લોકો જીવતા ભડથું

Image
Punjab Accident : દેશમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે પંજાબમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકોના મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પંજાબના હોશિયારપુરમાં કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં કારમાં આગ લાગતા ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. કારનો દરવાજો ન ખુલતા ચારેય લોકો જીવતા ભળથું થઈ ગયા  પંજાબમાં એક મોટી અકસ્માતની દુર્ઘટના બની છે જેમાં હોશિયારપુર (Hoshiarpur)માં એક કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થતાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ ટ્રક સાથે કાર અથડાયા બાદ કારમાં આગ લાગી હતી અને કારનો દરવાજા ન ખુલવાને કારણે કારમાં સવાર ચારેય લોકો જીવતા ભળથું થઈ ગયા હતા. દુર્ધટના દસુહાના ઉંચી ગામ નજીક બની હતી આ દુર્ઘટના પંજાબના હોશિયારપુરમાં દસુહાના ઉંચી બસ્સી ગામ નજીક બની હતી. ઘટનાની જાણ પોલીસ અને પ્રશાસનને થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોએ ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને બહાર કાઢીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો. તેની હાલત નાજુક છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી, પરંતુ અનુમાન લગાવવામાં આ

બિહારની રાજનીતિના વધુ એક સમાચાર, લાલૂ યાદવે 5 વખત કર્યો ફોન, નીતીશ કુમારે ન ઉપાડ્યો

Image
Bihar Politics : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ફરી NDAમાં જોડાઈ શકે છે. રાજકીય ઉથલપાથલથી પસાર થઈ રહેલા બિહારની નવી નવી માહિતી સામે આવી રહી છે. આ વચ્ચે વધુ એક સમાચાર આવ્યા છે કે આરજેડી ચીફ લાલૂ પ્રસાદ યાદવે નીતીશ કુમારને પાંચ વખત ફોન કર્યો તો તેમણે ન ઉઠાવ્યો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લાલૂ યાદવે શુક્રવાર સાંજે નીતીશને ફોન કર્યો પરંતુ તેઓ ફોન પર ન આવ્યા. લાલૂ યાદવે લેન્ડલાઈનથી પણ ફોન કર્યો, પરંતુ તેના પર પણ વાત ન થઈ. જેના પરથી લાગી રહ્યું છે કે, નીતીશ કુમાર હાલ કોઈ પણ જવાબ આપવાના મૂડમાં નથી જોવા મળી રહ્યા. વર્ષ 2017માં જ્યારે નીતીશ કુમાર મહાગઠબંધનથી અલગ થયા હતા તો નીતીશ કુમારે છેલ્લી ઘડીએ લાલૂ યાદવને ફોન કર્યો હતો. નીતીશ કુમારે કહ્યું હતું કે, તમારો સાથ અહીં સુધી હતો, હવે અમે વિદાઈ લઈએ છીએ. તમારી સાથે કામ કરીને ખુબ સારું લાગ્યું. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પોતાના નિવાસ સ્થાને આરજેડીના નેતાઓની બેઠક બોલાવી હતી. જેમાં આ રાજકીય મૂંઝવણો અંગે ચર્ચા થઈ હતી. જ્યારે જેડીયૂએ 28 જાન્યુઆરીએ ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે જે મુખ્યમંત્રી નીતીશ કુમારના નિવાસ સ્થાને યોજાશે.  મહત્

CUET PG 2024 Notification OUT: Check Exam Duration, Number of Questions and Other Notable Changes Here

CUET (PG) 2024 Notification OUT: The National Testing Agency (NTA) released the notification for CUET (PG) 2024. This year NTA made a few changes to the registration fee, exam duration, number of questions etc in the notification. In this article, check out all the notable changes

‘સરહદ સ્થિતિને દ્વિપક્ષીય સંબંધો સાથે ના જોડો’, ભારતના આકરા વલણ પછી ચીનનો જવાબ

Image
India-China Border Dispute : સરહદ વિવાદ મુદ્દે ભારત અને ચીન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે. તાજેતરમાં જ વિદેશમંત્રી એસ.જયશંકરે (S. Jaishankar) ચીનને જડબાતોડ પ્રતિક્રિયા આપી હતી, જેના જવાબમાં ચીને કહ્યું કે, ભારત-ચીન સરહદ વિવાદ ઈતિહાસની ભુલોનો ભાગ છે. આ વિવાદ અગાઉ ઉકેલાયો નથી. સરહદ સ્થિતિને દ્વિપપક્ષીય સંબંધો સાથે જોડવો અયોગ્ય : ચીન ચીનના વિદેશમંત્રાલયના પ્રવક્તા વૂ કિયાને કહ્યું કે, ભારત સરહદ સ્થિતિને દ્વિપપક્ષીય સંબંધો સાથે જોડવો અયોગ્ય છે. ભારતના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, જો બંને દેશો વચ્ચે સરહદ પર શાંતિ જળવાશે તો અમે ભારતમાં ચીનના રોકાણમાં થોડી રાહત આપી શકીએ છીએ. તેમણે કહ્યું કે, બંને દેશો વચ્ચેનો સરહદ વિવાદ ઈતિહાસની ભુલોનોભાગ છે. પહેલા વિવાદ ઉકેલો, પછી સંબંધોની વાત કરો : ભારત ચીન સાથે સરહદ વિવાદ અંગે વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે, ‘જ્યાં સુધી બંને દેશો વચ્ચે સરહદ વિવાદનો કોઈ નક્કર ઉકેલ ન આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય થવાની કોઈ સંભાવના નથી.  ગલવાનમાં શું થયું હતું? વર્ષ 15-16 જૂન-2020ની રાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ખીણમાં LAC પર હિંસક

ખાલિસ્તાની આતંકવાદી પન્નૂ સામે પંજાબમાં નોંધાઈ ફરિયાદ, હિન્દુ મંદિર કમિટીને આપી હતી ધમકી

Image
Punjab Police Action : પંજાબ પોલીસે ધર્મ અને જાતિના આધાર પર અલગ અલગ સમૂહો વચ્ચે દુશ્મની વધારવાના આરોપમાં પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નૂ પર કેસ દાખલ કર્યો છે. પોલીસે બુધવારે કહ્યું કે, 23 જાન્યુઆરીએ અમૃતસરના સુલ્તાનવિંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. પન્નૂને કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાયદે ગતિવિધિ અધિનિયમ એટલે કે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. તેની સાથે જ શીખ ફૉર જસ્ટિસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.  સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ગુરપતવંત સિંહે દાવો કર્યો હતો કે, અમૃતસરના શ્રી દુર્ગિયાના મંદિરનું હિન્દુ ધર્મમાં કોઈ ઐતિહાસિક મહત્વ નથી. ખાલિસ્તાન સમર્થક પન્નૂએ મંદિર તંત્રને મંદિર બંધ કરવા અને ચાવીઓ ગોલ્ડન ટેમ્પલ તંત્રને સોંપવાની ચેતવણી આપી હતી. પંજાબ પોલીસે કહ્યું કે, પન્નૂના સોશિયલ મીડિયા વીડિયોના આધાર પર કેસ દાખલ કર્યો છે. તેમની સામે IPCની કલમ 153A (ધર્મ, જાતિના આધાર પર અલગ અલગ સમૂહો વચ્ચે દુશ્મની વધે તેવા નિવેદન આપવા) અને 505 હેઠળ કેસ દાખલ કરાયો છે. શીખ ફૉર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નૂએ 16 જાન્યુઆરીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન

EMRS Result 2023-24 OUT at emrs.tribal.gov.in: Download NESTS Principal, JSA, TGT, PGT and Non Teaching Selection List PDF

EMRS Result 2023-24 has been released by the National Education Society for Tribal Students for Principal, Junior Secretariat Assistant (JSA) Post Graduate Teacher (PGT), Trained Graduate Teacher (TGT), Hostel Warden, Lab Attendant, and Accountant. Candidates who appeared in the written exam on 16, 17, 23, and 24 December can download the result pdf here.

BCCI Awards 2023 : ગિલ, શમી સહિત આ ખેલાડીઓને એવોર્ડ, કોહલી-શર્માનું હજુ નામ નહીં

Image
BCCI Awards 2023 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ વાર્ષિક એવોર્ડની જાહેરાત કરી છે. કોરોનાના કારણે 2019 બાદ પ્રથમવાર સન્માન સમારોહ યોજાયો છે, જેના કારણે ત્રણ વર્ષના ગાળાને ધ્યાને રાખી ખેલાડીઓને જુદા જુદા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. શાસ્ત્રી, ગિલ, બુમરાહ, શામી, અશ્વિનને એવોર્ડ પૂર્વ ભારતીય દિગ્ગજ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ-2023થી સન્માનિત કરાયા છે. ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ (Shubman Gill)ને 2022-23નો ઈન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ એનાયત કરાયો છે. 2021-22 માટેનો ઈન્ટરનેશનલ ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને અપાયો છે. બીસીસીઆઈએ ફારૂખ એન્જિનિયરનું 2019-20 માટેના કર્નલ સી.કે.નાયડૂ લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માન કર્યું છે. મોહમ્મદ શામી (Mohammed Shami) અને આર.અશ્વિન (Ravichandran Ashwin)ને ક્રિકેટક ઑફ ધ યર એવોર્ડ એનાયત કરાયો છે. સરફરાજ, મયંકનું પણ સન્માન મયંક અગ્રવાલ (Mayank Agarwal) અને સરફરાજ ખાન (Sarfaraz Khan)નું પણ ખાસ એવોર્ડથી સન્માન કરાયું છે. 2021-22માં રણજી ટ્રોફીમાં સરફરાજે સૌથી વધુ રન કર્યા હતા, તે બદલ

IB ACIO Expected Cut Off 2024: Category-wise Minimum Qualifying Marks

IB ACIO Cutoff 2024: The Intelligence Bureau, Ministry of Home Affairs, publishes the IB ACIO cut-off on its official website along with the declaration of the result. Meanwhile, candidates can check the expected IB ACIO cut-off marks here.

IB ACIO Answer Key 2024 Soon at mha.gov.in: Check Updates Here

IB ACIO Answer Key 2024 will be released soon at mha.gov.in. Check Direct Download Link for the answer key and other details here.

રામ મંદિર પરિસરમાં 6 અન્ય મંદિરો પણ બનાવાશે, ભક્તો આવતીકાલથી કરી શકશે રામલલાના દર્શન

Image
Ayodhya Ram Mandir Darshan Timings And Pass Booking : 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગર્ભગૃહમાં રામલલાની 51 ઈંચની મૂર્તિ સ્થાપવામાં આવી છે. મૂર્તિને મૂર્તિકાર અરૂણ યોગીરાજ દ્વારા શાલીગ્રામ પથ્થરથી બનાવાઈ છે. આ મૂર્તિને ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપણ પણ માનવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંબોધનની શરૂઆત ‘સિયાવર રામચંદ્ર કી જય’થી કરી હતી. તેમણે કહ્યું કે, ‘આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની પ્રતિક્ષા કર્યા બાદ રામ આવ્યા છે. સદીઓનું અભૂતપૂર્વ ધૈર્ય, અગણિત બલિદાન, ત્યાગ અને તપસ્યા બાદ આપણા પ્રભુ રામ આવી ગયા છે. તમામ દેશવાસીઓને આ શુભ અવસરના ખુબ ખુબ અભિનંદન’ દરમિયાન રામ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે, પરંતુ હવે આગળ શું થશે? મંદિરમાં દર્શન ક્યારથી કરી શકાશે? તો જાણીએ આ અંગેની સંપૂર્ણ વિગત... મંદિરમાં ક્યારથી દર્શન કરી શકાશે? શ્રદ્ધાળુઓ માટે આવતીકાલ 23 જાન્યુઆરી રામ મંદિર ખોલી દેવામાં આવશે. દૈનિક દોઢ લાખ શ્રદ્ધાળુઓ આવવાનું અનુમાન છે, તેથી રામલલાના દ

અયોધ્યાથી પરત ફર્યાની સાથે PM મોદીની મોટી જાહેરાત, સૂર્યોદય યોજનાની કરાશે શરૂઆત

Image
Pradhanmantri Suryodaya Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા (Ram Mandir Pran Prathistha) પૂર્ણ કરી પરત ફર્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેમણે ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવામાં આવશે. એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવાશે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, સૂર્યવંશી ભગવાન શ્રી રામના પ્રકાશથી વિશ્વના તમામ ભક્તજનો ઉર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના શુભ અવસરે મારો સંકલ્પ વધુ દ્રઢ બન્યો છે કે, ભારતીયોના ઘરો પર તેમનું પોતાનું સોલાર રૂપ ટોપ સિસ્ટમ હોય. सूर्यवंशी भगवान श्री राम के आलोक से विश्व के सभी भक्तगण सदैव ऊर्जा प्राप्त करते हैं। आज अयोध्या में प्राण-प्रतिष्ठा के शुभ अवसर पर मेरा ये संकल्प और प्रशस्त हुआ कि भारतवासियों के घर की छत पर उनका अपना सोलर रूफ टॉप सिस्टम हो। अयोध्या से लौटने के बाद मैंने पहला निर्णय लिया है कि… pic.twitter.com/GAzFYP1bjV — Narendra Modi (@narendramodi) January 22, 2024 વીજ બિલ ઘટશે

રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ: રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામની મૂર્તિ શ્યામવર્ણી કેમ છે?

Image
Ram Mandir Pran Pratishtha: દેશમાં 500 વર્ષ કરતાં વધુના સંઘર્ષ પછી કરોડો હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. આજે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ મંદિરની સ્થાપના માટેની કરોડો ભારતીયોની આતુરતાનો અંત આવી જશે. રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામની મૂર્તિ શ્યામ રંગની છે. તેથી અનેક લોકોને પ્રશ્ન થાય છે કે, પ્રભુ શ્રી રામની મૂર્તિ કાળા રંગમાંથી કેમ તૈયાર કરાઈ છે? ચાલો આ વાત જરા વિસ્તૃત રીતે જાણીએ.  વાલ્મીકિ રામાયણમાં રામના શ્યામવર્ણી સ્વરૂપનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામનું સ્વરૂપ શ્યામ હોવાનું વર્ણન કરાયું છે. આ કારણસર રામલલાની મૂર્તિનું નિર્માણ ‘શિલા’ નામના કાળા પથ્થરમાંથી કરાયું છે. આ પથ્થર સદીઓથી ‘કૃષ્ણ શિલા’ તરીકે પણ ઓળખાય છે. આ પથ્થરના અનેક ગુણ છે, જેથી તે ખૂબ ખાસ મનાય છે. જેમ કે રામલલાને દૂધનો અભિષેક કરાશે ત્યારે પથ્થરના કારણે દૂધની ગુણવત્તામાં કોઈ ફેરફાર નહીં થાય. તે દૂધનો ઉપયોગ પણ કરી શકશે અને તેની આરોગ્ય પર કોઈ અસર નહીં થાય. એટલું જ નહીં, આ પથ્થર હજારો વર્ષો સુધી એવો ને એવો જ રહેશે.   ભગવાન રામની મૂર્તિમાં બાળસ્વરૂપના દર્શન  શ્રી રામ જન્મભૂમિ

'જો રામ કો લાયે હે...' 10 એવા ચહેરા જે એક સમયે રામ મંદિર આંદોલનના હતા પ્રણેતા

Image
Ayodhya Ram Mandir : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં આજે ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય યજમાન છે. રામ મંદિર આંદોલન એક એવો મુદ્દો છે જે 1980ના દાયકા દરમિયાન RSS-BJPનો મુખ્ય એજન્ડા હતો. તમિલનાડુના એક ગામમાં સામૂહિક ધર્મ પરિવર્તનની ઘટનાએ આ આંદોલનને તેજ કરી દીધું. ભાજપે આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો છે. અલગ અલગ ચૂંટણીઓમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેને સામેલ કરતા પોતાની પ્રતિબદ્ધતા વારંવાર દર્શાવી છે. નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો સાફ કરી દીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિન્દૂ પરિષદ (VHP), ભાજપ, બજરંગ દળ અને સંબંધિત સંગઠનોએ રામ જન્મભૂમિ આંદોલનને એક શક્તિશાળી સામાજિક-રાજકીય અભિયાન બનાવવા માટે પોતાની સંગઠનાત્મ તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની આધારશિલા રાખી હતી. આવો અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનના 10 મોટા નામોની યાદી બનાવીએ. 1. લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા રામ જન્મભૂમિ અભિયાને ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીને હિન્દુત્વનો અસલી 'પોસ્ટર બૉય'

Ayodhya Ram Mandir : પ્રાણપ્રતિષ્ઠા પહેલા શંકરાચાર્યના બદલાયા સુર, PM મોદીના કર્યા વખાણ

Image
Ayodhya Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવવા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. દેશભરમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજીતરફ નારાજ થયેલા શંકરાચાર્યએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપુર વખાણ કર્યા છે. શ્રીરામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મામલે સવાલ ઉઠાવનાર શંકરાચાર્યએ ઉલટું નિવેદન કર્યું છે. ‘મોદી PM બન્યા બાદ હિન્દુઓનું સ્વાભિમાન જાગ્યું’ પ્રાણપ્રતિષ્ઠાના એક દિવસ પહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મીડિયા સાથે વાતચીત કરી છે, જેમાં તેમણે પીએમની પ્રશંસા કરતા કહ્યું કે, ‘અમે મોદી વિરોધી નથી. મેં તો ઘણીવાર કહ્યું છે કે, તેમના વડાપ્રધાન બન્યા બાદ ભારતના હિન્દુઓનું સ્વાભિમાન જાગ્યું છે. અમે કોઈની પણ ટીકા કરી રહ્યા નથી. અમે તેમની પ્રશંસા કરીએ છીએ.’  શંકરાચાર્યએ શું કહ્યું? તેમણે આજે કહ્યું કે, ‘સત્ય એ છે કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાં જ હિન્દુઓનું સ્વાભિમાન જાગી ગયું છે. આ નાની વાત નથી. મેં ઘણીવાર જાહેરમાં કીધું છે કે, અમે મોદી વિરોધી નહીં, પરંતુ મોદીના પ્રશંસક છીએ. અમે તેમની પ્રશંસા કરીએ છીએ, કારણ કે તેમના જેવા બ

ભારત સાથે માલદીવની શત્રુતાએ 14 વર્ષના છોકરાનો ભોગ લીધો, મુઈજ્જુ સરકારની હઠ ભારે પડી!

Image
Maldives News | ભારતીય સેનાની એક નાની ટુકડી માલદીવમાં છેલ્લા ઘણા સમયથી તહેનાત છે. ત્યાંની પૂર્વ સરકારની અપીલ પર ભારતે દરિયાઈ સુરક્ષા અને ઈમરજન્સી બચાવ કામગીરીમાં મદદ માટે સૈનિકો તહેનાત કર્યા હતા. પરંતુ હવે માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ આ સૈનિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ દરમિયાન શનિવારે માલદીવમાં એક 14 વર્ષીય છોકરાનું કથિત રીતે મૃત્યુ થયું કારણ કે મુઈજ્જુએ તેને એરલિફ્ટ કરવા માટે ભારત દ્વારા આપવામાં આવેલા ડોર્નિયર એરક્રાફ્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો હોવાનો દાવો કરાયો છે.  છોકરાને હતું બ્રેઈન ટ્યુમર...  માહિતી મુજબ આ છોકરાને બ્રેઈન ટ્યુમર હતું અને તેને સ્ટ્રોક આવ્યા બાદ તેની હાલત ગંભીર બની ગઈ હતી. ત્યારબાદ તેના પરિવારે તેને ગેફ અલિફ વિલિંગિલીમાં તેના ઘરેથી રાજધાની માલે લઈ જવા માટે એર એમ્બ્યુલન્સની માગ કરી હતી. અહેવાલ અનુસાર પરિવારનો આરોપ છે કે સત્તાવાળાઓ તાત્કાલિક મેડિકલ ટ્રાન્સફરની વ્યવસ્થા કરવામાં નિષ્ફળતા સાંપડી હતી.  હેલ્થકેરમાં માલદીવ શું નિર્ણય લેશે? માલદીવના મીડિયા સાથેની વાતચીતમાં પીડિતના પિતાએ કહ્યું કે અમે સ્ટ્રોક પછી તરત જ તેને માલે લઈ જવ

રામમંદિરના ઉદઘાટન પર 'રજા' જાહેર કરવાના વિરોધમાં 4 વિદ્યાર્થી હાઈકોર્ટ પહોંચ્યા, સરકારને કોર્ટમાં ઢસડી

Image
Ram Mandir Inauguration: અયોધ્યામાં રામમંદિરનું ઉદઘાટન થવાની તૈયારી છે ત્યારે મોટાભાગના રાજ્યોમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે હાફ ડે હોલિડેની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં જાહેર કરાયેલી આ જાહેર રજાનો વિરોધ થવા લાગ્યો છે. બોમ્બે હાઈકોર્ટની એક વિશેષ બેન્ચ રવિવારે સવારે 10:30 વાગ્યે ચાર વિદ્યાર્થીઓ દ્વારા દાખલ એક પીઆઈએલ પર સુનાવણી કરશે.  તેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યમાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે જાહેર રજાની જાહેરાત કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. કોણે કોણે કરી છે અરજી?  આ અરજી શિવાંગી અગ્રવાલ, સત્યજીત સિદ્ધાર્થ સાલ્વે, વેદાંત ગૌરવ અગ્રવાલ અને ખુશી સંદીપ બંગિયા નામના વિદ્યાર્થીઓએ કરી છે. તેઓ એમએનએલયુ, મુંબઈ, જીએલસી અને નિરમા લૉ સ્કૂલના સ્ટુડન્ટ્સ છે. આ મામલે હવે જસ્ટિસ જી.એસ.કુલકર્ણી અને નીલા ગોખલેની વિશેષ બેન્ચ સુનાવણી કરશે.  વિદ્યાર્થીઓનું શું કહેવું છે?  મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે એક આદેશ જાહેર કરી 22 જાન્યુઆરીએ રાજ્યમાં જાહેર રજાની જાહેરાત કરી હતી. અરજદારોએ કહ્યું કે કોઈ ધાર્મિક કાર્યક્રમ મનાવવા માટે જાહેર રજા જાહેર ક

રામ લલ્લાના પ્રથમ દર્શન : ભાલે તિલક, મનમોહક મુસ્કાન

Image
- પ્રભુ શ્રીરામની પ્રતિમા 3.4 ફૂટ ઊંચા આસન પર પ્રતિષ્ઠિત - સોમવારે બપોરે 84 સેકન્ડના શુભ મુહૂર્તમાં કમળ પર ઊભી મુદ્રામાં રામ લલ્લાના સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા થશે : જૂની પ્રતિમા પણ ગર્ભગૃહમાં જ રખાશે અયોધ્યા : ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં સોમવારે રામલલ્લાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિ કેવી છે તેની રામભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તેમની આ આતુરતાનો શુક્રવારે અંત આવ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં શુક્રવારે રામલલ્લાની તસવીર જાહેર કરાઈ છે. કાળા પથ્થરમાંથી બનાવાયેલી શ્રીરામની મૂર્તિના ચહેરા પર મધુર મુસ્કાન, માથા પર તિલક અને હાથમાં ધનુષ અને બાણ જોવા મળે છે.   મૈસૂરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરાયેલી ૫૧ ઈંચની રામ લલ્લાની મૂર્તિ ગુરુવારે બપોરે મંત્રોચ્ચાર સાથે રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરાઈ હતી. ગર્ભગૃહમાં વિરાજિત અચલ વિગ્રહની અનેક વિશેષતાઓ છે. શ્યામ શિલામાંથી બનાવાયેલ આ વિગ્રહની વય હજારો વર્ષની છે. ચંદન, કંકુ વગેરે લગાવવાથી પ્રતિમાની ચમક પર કોઈ અસર નહીં પડે. આ પ્રતિમાનું વજન ૧૫૦થી ૨૦૦ કિલો છે. મૂર્તિની

સુપ્રીમ કોર્ટે 56 વકીલોને આપ્યો વરિષ્ઠ વકીલનો દરજ્જો, CJI-ન્યાયાધીશોની બેઠકમાં નિર્ણય, જુઓ યાદી

Image
Supreme Court Designates Lawyers : સુપ્રીમ કોર્ટે શુક્રવારે 56 વકીલો અને એડવોકેટ્સ-ઑન-રેકોર્ડ (AOR)ની વરિષ્ઠ વકીલ તરીકે નિમણૂક કરી છે. કોર્ટ દ્વારા નોટિફિકેશન બહાર પાડી જણાવાયું છે કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોએ શુક્રવાર 19 જાન્યુઆરીએ યોજાયેલી પૂર્ણ અદાલતની બેઠકમાં આ નિર્ણય લીધો છે. નિમણૂક કરેલા વકીલોની યાદી ગૌરવ અગ્રવાલ, એડવોકેટ-ઓન-રેકોર્ડ શોભા ગુપ્તા, એડવોકેટ-ઓન-રેકોર્ડ સીતેશ મુખર્જી, એડવોકેટ અમિત આનંદ તિવારી, એડવોકેટ-ઓન-રેકોર્ડ સાકેત સિંહ, એડવોકેટ અમર પ્રદીપભાઈ દવે, એડવોકેટ દેવાશિષ ભારુકા, એડવોકેટ-ઓન-રેકોર્ડ સ્વરૂપમા ચતુર્વેદી, એડવોકેટ-ઓન-રેકોર્ડ ડો. અમન મોહિત હિંગોરાણી, એડવોકેટ-ઓન-રેકોર્ડ અભિનવ મુખર્જી, એડવોકેટ-ઓન-રેકોર્ડ સૌરભ મિશ્રા, એડવોકેટ-ઓન-રેકોર્ડ નિખિલ ગોયલ, એડવોકેટ-ઓન-રેકોર્ડ સુનીલ ફર્નાન્ડિસ, એડવોકેટ-ઓન-રેકોર્ડ સુજીત કુમાર ઘોષ, એડવોકેટ શિખિલ શિવ મધુ સુરી, એડવોકેટ લિઝ મેથ્યુ (એન્થ્રેપર), એડવોકેટ-ઓન-રેકોર્ડ સંજય ઉપાધ્યાય, એડવોકેટ સુધાંશુ શશીકુમાર ચૌધરી, એડવોકેટ-ઓન-રેકોર્ડ કરુણા નંદી, એડવોકેટ પ્રતાપ વેણુગોપાલ, એડવોકેટ-ઓન-રેક

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મળશે બે તક, CBSEની ભલામણ, JEE અંગે પણ અપડેટ

Image
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં રાહત આપવા નવો નિયમ લાવવાની તૈયારી શરૂ કરી છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને તે જ વર્ષમાં પરીક્ષા આપવાની એક તક મળતી હતી, જોકે હવે તેઓને બે તક આપવાની ભલામણ કરાઈ છે. બોર્ડની પરીક્ષાનો નવો નિયમ આગામી વર્ષે 2025માં અમલમાં આવે તેવી સંભાવના છે. આ પરીક્ષા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે વર્તમાન સમયમાં લેવાતી JEE (જોઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામ) મેઈન પરીક્ષાની જેમ યોજાશે, જેમાં તે પરીક્ષાના અંકોને જ અંતિમ મનાશે, જેમાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હશે. શિક્ષણ વિભાગનો CBSEને નિર્દેશ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)એ બોર્ડના પરીક્ષાર્થીઓને બે તક આપવા શિક્ષણ વિભાગને ભલામણ કરી છે, જેમાં વિભાગના નિર્દેશ બાદ સીબીએસઈએ તેમાં ઘણાં સુધારા પણ કર્યા હતા. સુધારામાં વધુમાં વધુ ત્રણ વિષયમાં નાપાસ થવા પર તે જ વર્ષે ફરી પરીક્ષા આપવાનો વિકલ્પ અપાયો હતો, પરંતુ બોર્ડની પરીક્ષાઓ બે વખત લેવાતી હોવાથી તેમને વધુ સુવિધા આપવા વિચારણા ચાલી રહી છે. આ મુદ્દે શિક્ષણ વિભાગે સીબીએસઈને જરૂરી તૈયારીઓ કરવા નિર્દેશ

16 વર્ષથી નાના બાળકોને કોચિંગમાં એડમિશન નહીં, સરકારની નવી ગાઈડલાઈનમાં આ કડક નિયમો થશે લાગૂ

Image
Coaching Centers Guidelines : પ્રાઈવેટ કોચિંગ સેન્ટર્સની દાદાગીરી પર હવે કેન્દ્ર સરકારે લગામ લગાવવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. આ નવી ગાઈડલાઈનના અનુસાર, હવે કોઈ પણ ક્યાંય પણ અને ગમે ત્યારે પ્રાઈવેટ કોચિંગ સેન્ટર નહીં ખોલી શકે. તેના માટે સૌથી પહેલા તેને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એટલું જ નહીં હવે કોચિંગ સેન્ટરમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકોને ભણાવવા માટે એડમિશન નહીં થાય. કોચિંગ સેન્ટર કોઈ વિદ્યાર્થી પાસેથી મનફાવે તેવી ફી પણ નહીં વસૂલી શકે. કેન્દ્ર સરકારે આ ગાઈડલાઈન દેશભરમાં NEET કે JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના વધતા સુસાઈડ કેસ અને દેશમાં બેફામ કોચિંગ સેન્ટરની દાદાગીરીને લઈને લીધા છે. ગાઈડલાઈન અનુસાર, IIT JEE, MBBS, NEET જેવા પ્રોફેશનલ કોર્સ માટે કોચિંગ સેન્ટરોની પાસે ફાયર અને ક્લાસ સુરક્ષા સંબંધિત NOC હોવી જોઈએ. પરીક્ષા અને સફળતાના પ્રેશરને લઈને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમણે મનોવૈજ્ઞાનિક અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સહાયતા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. અગાઉ પણ જાહેર થઈ ચૂકી છે ગાઈડલાઈન્સ કોચિંગ સેન્ટરના રજિસ્ટ્રેશન અને રેગુલેશન 202

Jharkhand Schools Holiday List 2024, Download PDF

School Holidays 2024 in Jharkhand: Get here the complete month-wise list of holidays to be observed in the year 2024 in Jharkhand schools. 

VIDEO : 'બોટ પલટી અને બધા નીચે ચાલ્યા ગયા, પછી મેં...', વડોદરા બોટ દુર્ઘટનામાં બચેલા બાળકે જુઓ શું કહ્યું...

Image
Vadodara Boat Accident : વડોદરામાં ગુરુવારે ખુબ જ કરૂણ ઘટના બની છે. જ્યાં હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈ જતી એક હોડી પલટી ગઈ હતી. જેના પર 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો સવાર હતા. જે દુર્ઘટનામાં 15 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 13 જેટલા વિદ્યાર્થીઓ પણ સામેલ છે. આઠ લોકોનું રેસ્ક્યૂ કરાઈ ચૂક્યું છે જ્યારે ત્રણથી ચાર લોકો હજુ પણ ગુમ છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે તેની માહિતી આપી છે.  તમામ વિદ્યાર્થી વડોદરાની એક શાળાના હતા. બોટની ક્ષમતા 14 લોકોની હતી પરંતુ તેમાં 27થી વધુ લોકો સવાર હતા. તળાવનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીના હાથમાં છે. ઘટનામાં જે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. 10થી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. ઘટનાની માહિતી મળતા જ ત્યાં રેસ્ક્યૂની ટીમ પહોંચી ચૂકી હતી. બોટમાં સવાર વિદ્યાર્થીએ કહ્યું... આ બોટ દુર્ઘટનામાં બચેલા એક વિદ્યાર્થીનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા કર્મીઓ સાથે વાતચીત દરમિયાન વિદ્યાર્થી કહી રહ્યો છે કે, 'બોટ પલટીને બધા નીચે ચાલ્યા ગયા અને હું એકલો જ હતો. ઉપર આવીને મેં બોટ પકડી લીધી, પછી બોટની ઉપર આ