ગોદરેજનું વિભાજન, લિસ્ટેડ કંપની આદિ-નાદિરને જ્યારે અનલિસ્ટેડ જમશેદ-સ્મિતાને મળશે
Image : Internet Godrej Family Split: ગોદરેજ પરિવાર સત્તાવાર રીતે વિભાજિત થઈ ગયો છે. દેશમાં 127 વર્ષ પહેલાં બિઝનેસનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક પરિવારના વારસદાર આદિ ગોદરેજ અને તેમના ભાઈને વિભાજન કરાર હેઠળ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ મળશે. તેના પિતરાઈ ભાઈઓ અને બહેનોના શેર અનલિસ્ટેડ કંપનીઓમાં આવશે. વિભાજ પર હસ્તાક્ષર કર્યા બાદ નિવેદન જાહેર કર્યું 127 વર્ષ જૂનો ગોદરેજ પરિવાર હવે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. વિભાજન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિરને ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના અધિકારો મળ્યા છે. તેની પાંચ કંપનીઓ લિસ્ટેડ છે. જ્યારે આદિ ગોદરેજના પિતરાઈ ભાઈ-બહેન જમશેદ અને સ્મિતાને અનલિસ્ટેડ કંપની ગોદરેજ એન્ડ બૉયસની માલિકીનો હક મળશે. આ બંનેને ગોદરેજ એન્ડ બોયસ સાથે સંકળાયેલી કંપનીઓ સાથે મુંબઈમાં જમીન અને મહત્વની મિલકતનો મોટો પ્લોટ મળશે. નોંધનીય છે કે ગોદરેજ ગ્રુપનો બિઝનેસ સાબુ અને હોમ એપ્લાયન્સીસથી લઈને રિયલ એસ્ટેટ સુધી ફેલાયેલો છે. પરિવારની બે શાખાઓ વચ્ચે વિભાજન કરવામાં આવ્યું ગોદરેજ સમૂહ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, જૂથ...