ચીનમાં નવા કોરોના વાઇરસ સ્ટ્રેનનો પહેલો કેસ બહાર આવ્યો
- 2020નો ઓરિજિનલ વાઇરસ પણ ચીનમાં પેદા થયો હતો - જો કે નવો સ્ટ્રેન બ્રિટનમાં પહેલીવાર જોવા મળ્યો બીજિંગ / નવી દિલ્હી તા. 1 જાન્યુઆરી 2021 શુક્રવાર ચીનમાં નવા કોરોના વાઇરસ સ્ટ્રેનનો પહેલો કેસ જોવા મળ્યો હોવાના અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો. 2020ના આરંભે પહેલીવાર કોરોના વાઇરસ ફેલાયો ત્યારે ચીનના વુહાન પ્રાંતમાંથી બહાર આવ્યો હતો. ચીને જો કે પોતાને ત્યાં આવું કશું બન્યું હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ ખુદ ચીનના નિષ્ણાત ડૉક્ટરે ભાંડો ફોડી નાખ્યો હતો અને પાછળથી એ ડૉક્ટર શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા. જો કે કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન સૌ પ્રથમ બ્રિટનમાં જોવા મળ્યો હતો. એના પગલે ત્યાં વિજ્ઞાનીઓ અને ડૉક્ટરોમાં ખળભળાટ થઇ ગયો હતો. હજુ તો 22020ના જૂન વાઇરસ કાબુમાં આવ્યા નથી. ઠેર ઠેર રસીકરણ શરૂ થયું હતું ત્યારે નવા વાઇરસ સ્ટ્રેન આવી પડતાં સ્વાભાવિક રીતેજ આખી દુનિયામાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ સપ્તાહે બ્રિટનથી ભારત આવેલા વીસેક જણમાં પણ નવા કોરોના વાઇરસ સ્ટ્રેન જોવા મળ્યા હતા. જો કે કોરોનાની રસી બનાવનારી કંપનીઓએ એવો દાવો કર્યો હતો કે કોરોના માટે તૈયાર કરાયેલી રસી નાવા સ્ટ્રેન પર પણ અસર ...