ઉત્તર પ્રદેશ: વહેલી સવારે કોચિંગ ક્લાસમાં જતા બાળકોને ટ્રકે કચડ્યા, 2 બાળકોનાં મોત, 4ની સ્થિતિ ગંભીર
- લોકો વિફરતાં વધુ પોલીસ કુમક બોલાવાઇ
મહોબા (ઉત્તર પ્રદેશ) તા. 24 ડિસેંબર 2020 ગુરૂવાર
ઉત્તર પ્રદેશના મહોબા વિસ્તારમાં આજે ગુરૂવારે સવારે કોચિંગ ક્લાસમાં જઇ રહેલા ડઝનેક બાળકોને બેફામ સ્પીડથી આવતી એક ટ્રકે કચડી નાખ્યાં હતાં. બે બાળકો ત્યાં ને ત્યાં મરણ પામ્યાં હતાં અને બીજા બધાને ઇઝા થતાં હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં ચાર બાળકોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.
આ અકસ્માત પછી બાળકોનાં પરિવારજનો વિફર્યા હતા અને હંગામો સર્જ્યો હતો. લોકોના ગુસ્સાને કાબુમાં રાખવા વધુ પોલીસ કુમક બોલાવાઇ હતી.
પોલીસે આપેલી માહિતી મુજબ કલપહાડ પોલીસ સ્ટેશનની હદમાં સુંગીરા ગામના હાઇસ્કૂલનાં ઇંટરના વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જઇ રહ્યા હતા ત્યારે બેફામ સ્પીડથી આવી રહેલી એક ટ્રકે તેમને અડફેટમાં લીધા હતા. બે વિદ્યાર્થી ત્યાં ને ત્યાં મરણ પામ્યા હતા. બીજા બધાને નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં ચાર વિદ્યાર્થીની તબિયત ગંભીર હોવાનું કહેવાય છે.
Comments
Post a Comment