રામ મંદિર ટ્રસ્ટે જાહેર કર્યો મંદિર પરિસરનો નકશો, જાણો કેટલું ભવ્ય હશે રામમંદિર

અયોધ્યા,29 ડિસેમ્બર 2020 મંગળવાર

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામજન્મભૂમિની 70 એકર જમીનનો નકશો જાહેર કર્યો છે, ટ્ર્સ્ટનાં મહાસચિવ ચંપત રાયે પોતાનાં ફેશબુક પેજ પર 36 પાનાનો આ નકશો જાહેર કરીને મુખ્ય મંદિર સહિત મંદિર પરિસરમાં થનારા અન્ય બાંધકામનાં નિર્માણની પણ વિસ્તૃત માહિતી આપી દીધી છે, રામમંદિર નિર્માણમાં લગભગ 1100 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવું અનુમાન છે.

ચંપત રાયે રામમંદિર નિર્માણને એક મહાઅનુષ્ઠાન ઘોષિત કર્યું છે, જેનાં પ્રથમ પ્રારૂપને નિર્માણ અને વિકાસમાં જેના હેઠળ મુખ્ય મંદિર, મંદિર પરિસર, તીર્થક્ષેત્ર પરિસરનાં વિકાસનો સમાવેશ થાય છે, જ્યારે બીજામાં ધરોહર સંવર્ધન હેઠળ અયોધ્યા તીર્થક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રધ્ધા કેન્દ્રોનો વિકાસ છે. એમ બે પ્રકારે વિભાજીત કરવામાં આવ્યા છે. 

36 પાનાનાં પ્રારૂરમાં શ્રીરામનાં વિવિધ સ્વરૂપોનું પણ વર્ણન કરતા ભુમિ પુજનનો ઉલ્લેખ છે, પીએમ મોદી, સંઘનાં વડા મોહન ભાગવત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તથા શ્રીરામજન્મભૂમિ તિર્થક્ષેત્ર ટ્રસ્ટનાં અધ્યક્ષ દ્વારા ભૂમિ પુજન દરમિયાન કરાયેલા ભાષણનો પણ ઉલ્લેખ છે, ચંપત રાયે પોતાની પોસ્ટ દ્વારા માહિતી આપી કે રામમંદિરનાં બહુસ્તરીય અનુષ્ઠાનનો શંખનાદ થઇ ગયો છે. પ્રસ્તાવિત વિસ્તારમાં 6 મંદિરોની જોગવાઇ છે.

આગામી 50 વર્ષને ધ્યાનમાં રાખીને યોજના તૈયાર કરવામાં આવી છે, રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ 12 દરવાજા હશે, મદિરનું કુલ નિર્માણ વિસ્તાર 57400 ચોરસ ફુટ હશે, મંદિરમાં કુલ 5 મંડપ હશે, તેની લંબાઇ 360 ફુટ અને પહોંળાઇ 235 ફુટ હશે, મંદિરનાં શિખર સહિતની ઉંચાઇ  161 ફુટ હશે, મંદિરનાં કુલ ત્રણ સ્તર હશે અને તેની ઉંચાઇ 20 ફુટ હશે, મંદિરનાં ભુતળમાં સ્તંભોની સંખ્યા 160, પ્રથમ સ્તરમાં સ્તંભોની સંખ્યા 132 તથા બીજા સ્તરમાં 74 સ્તંભ હશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો