મન કી બાતમાં PM મોદીએ શીખ ગુરૂઓને કર્યા નમન કહ્યુ, અમે તેમની શહાદતના ઋણી છીએ




નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2020 રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ કે ચાર દિવસ બાદ નવુ વર્ષ શરૂ થવાનુ છે. આગામી વર્ષે આગામી મન કી બાત થશે. તેમણે કહ્યુ કે દેશમાં નવુ સામર્થ્ય પેદા થયુ છે. આ નવા સામર્થ્યનું નામ આત્મ નિર્ભરતા છે. દેશમાં બનેલા રમકડાની માગ વધી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ કે મને કેટલાક દેશવાસીઓના પત્ર મળ્યા છે. મોટા ભાગના પત્રમાં લોકોએ દેશના સામર્થ્ય, દેશવાસીઓની સામૂહિક શક્તિની ભરપૂર પ્રશંસા કરી છે. જ્યારે જનતા કર્ફ્યુ જેવો અભિનવ પ્રયોગ, સમગ્ર વિશ્વ માટે પ્રેરણા બન્યુ, જ્યારે તાળી-થાળી વગાડીને દેશે અમારા કોરોના વૉરિયર્સનું સન્માન કર્યુ હતુ. એકતા બતાવી હતી તેને પણ કેટલાક લોકોએ યાદ કર્યુ છે.

તેમણે કહ્યુ કે દેશના સન્માનમાં સામાન્ય માનવીએ આ પરિવર્તનને હમસૂસ કર્યા છે. મે દેશમાં આશાનો એક અદ્ભુત પ્રવાહ પણ જોયો છે. પડકાર ઘણા આવ્યા, સંકટ પણ અનેક આવ્યા. કોરોનાના કારણે દુનિયામાં સપ્લાય ચેનને લઈને અનેક બાધાઓ પણ આવી પરંતુ અમે દરેક સંકટથી નવી શીખ મેળવી. 

વડા પ્રધાન મોદીએ કહ્યુ કે જીરો ઈફેક્ટ, જીરો ડિફેક્ટની વિચારની સાથે કામ કરવાનો આ ઉચિત સમય છે. હુ દેશના મેન્યુફેક્ચરર્સ અને ઈન્ડસ્ટ્રીને આગ્રહ કરુ છુ. દેશના લોકોએ મજબૂત પગલા ઉઠાવ્યા છે. મજબૂત પગલા આગળ વધાર્યા છે. વોકલ ફૉર લોકલ... આજે ઘર-ઘરમાં ગૂજી રહ્યુ છે. એવામાં હવે એ સુનિશ્ચિત કરવાનો સમય છે, કે આપણુ ઉત્પાદન વિશ્વસ્તરીય હોય, સાથીઓ આપણે વોકલ ફૉર લોકલની ભાવનાને જાળવી રાખવાનુ છે. બચાવી રાખવાનુ છે અને વધારતા જ રહેવાનુ છે, આપ દર વર્ષે ન્યુ યર રેઝોલ્યુશન લો છો, આ વખતે એક રેઝોલ્યુશન પોતાના દેશ માટે પણ જરૂર લેવાનુ છે. 

પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની અંદર સિંહોની સંખ્યા વધી છે. ચિત્તાની સંખ્યા પણ 60 ટકા વધી છે. 2014થી 2018ની વચ્ચે ભારતમાં ચિત્તાની સંખ્યા 60 ટકા વધી. ભારતીય વનક્ષેત્રમાં પણ વધારો થયો છે.

ગત કાર્યક્રમમાં કૃષિ કાયદા વિશે કરાઈ હતી વાત

પીએમ મોદીએ ગઈ મન કી બાત કાર્યક્રમમાં કૃષિ કાયદાને લઈને વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ભારતમાં ખેતી અને તેની સાથે જોડાયેલી વસ્તુની સાથે નવા એકમ જોડાઈ રહ્યા છે. વીતેલા દિવસોમાં કૃષિ સુધારાએ ખેડૂતો માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલ્યા છે. તેમણે કહ્યુ હતુ કે મારો નૌજવાનો, ખાસ કરીને કૃષિનો અભ્યાસ કરી રહેલા લાખો વિદ્યાર્થીઓને આગ્રહ છે કે તેઓ પોતાની આસપાસના ગામમાં જઈને ખેડૂતોને આધુનિક કૃષિ વિશે તાજેતરમાં થયેલા કૃષિ સુધારા વિશે જાગૃત કરે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે કોરોનાને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી હજુ પણ ઘણી ઘાતક છે. આપણે કોરોના વિરૂદ્ધ પોતાની લડતને મજબૂતીથી જારી રાખવાની છે.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો