યુપીમાં ચૂંટણીને એક વર્ષ બાકી પણ ઓવૈસીએ પોતાના પહેલા ઉમેદવારની કરી દીધી જાહેરાત

નવી દિલ્હી, તા.29 ડિસેમ્બર 2020, મંગળવાર

યુપીની ચૂંટણી હજી 2022માં યોજાનારી છે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પોતાના પહેલા ઉમેદવારની જાહેરાત પણ કરી દેવાઈ છે.

આમ તો ઓવૈસી દ્વારા યુપીના નાના પ્રાદેશિક પક્ષો સાથે જોડાણ કરવા માટે હિલચાલ ચાલી રહી છે પણ  આ જોડાણની જાહેરાત થાય તે પહેલા જ પાર્ટીએ પોતાના ઉમેદવારનુ નામ જાહેર કર્યુ છે.યુપીના બલરામપુર જિલ્લામાંથી ડોક્ટરને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે.

આ પહેલા ઓવૈસી સુહેલદેવ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરને મળી ચુક્યા છે.આ મુલાકાત યુપીની આગામી ચૂંટણીમાં ગઠબંધન માટે હોવાની અટકળો થઈ રહી હતી.

જોકે ચૂંટણીના એક વર્ષ કરતા વધારે સમય પહેલા જ ઉમેદવારનુ નામ જાહેર કરીને અસદુદ્દીન ઓવૈસીએ યુપીમાં પોતાની પાર્ટી પોતાની તમામ તાકાત કામે લગાડીને ચૂંટણી લડશે તેવો આડકતરો સંદેશ આપી દીધો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો