ચીને હિન્દ મહાસાગરમાં અન્ડર વોટર ડ્રોનનો કાફલો તૈનાત કર્યો


બેઈજિંગ, તા.૩૧

હિમાલયમાં લદ્દાખ સરહદે ભારત સાથે સંઘર્ષ વચ્ચે ચીને હવે સમુદ્રમાં પણ પગપેસરો કરીને ભારતને ઘેરવાનું કાવતરું ઘડયું છે. ચીને હિન્દ મહાસાગરમાં અન્ડર વોટર ડ્રોનનો કાફલો તૈનાત કર્યો છે. આ ડ્રોન્સ મહિનાઓ સુધી કામ કરી શકે છે અને નૌકાદળને ગુપ્ત માહિતી પહોંચાડવા સક્ષમ છે. આ અન્ડર વોટર ડ્રોન્સનું નામ સી વિંગ ગ્લાઈડર છે. ફોર્બ્સ મેગેઝીન માટે લખતા સુટોને આ દાવો કર્યો હતો.

અમેરિકાના પ્રતિષ્ઠિત આર્થિક મેગેઝીન ફોર્બ્સ માટે લખતાં સટને કહ્યું કે, આ સમુદ્રી ગ્લાઈડર્સ એક પ્રકારના માનવરહિત અન્ડર વોટર વ્હિકલ (યુયુવી) છે, જેને ડિસેમ્બર ૨૦૧૯ની મધ્યમાં લોન્ચ કરાયા હતા અને તેણે ફેબુ્રઆરીમાં ૩,૪૦૦થી વધુ ઓબ્ઝર્વેશન્સ કર્યા હતા. સરકારી સૂત્રોને ટાંકીને સટને જણાવ્યું કે, આ ગ્લાઈડર્સ અમેરિકન નૌકાદળે તૈનાત કર્યા હતા તેના જેવા જ છે. અમેરિકન ગ્લાઈડર્સને ચીને ૨૦૧૬માં જપ્ત કરી લેવાયા હતા. સટને લખ્યું કે, એ ઘણું આશ્ચર્યજનક છે કે ચીન હવે હિન્દ મહાસાગરમાં આ પ્રકારના યુયુવી એન માસ્ક તૈનાત કરી રહ્યું છે. 

ચીને આર્કટિકમાં એક આઈસ બ્રેકરમાં પણ સી વિંગ તૈનાત કરી છે. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગયા વર્ષે ડિસેમ્બરના રિપોર્ટ પરથી જાણવા મળે છે કે હિન્દ મહાસાગરના મિશનમાં ૧૪ ગ્લાઈડર્સ તૈનાત કરાયા હતા, પરંતુ માત્ર ૧૨નો જ ઉપયોગ કરી શકાયો હતો. સટને કહ્યું કે, આ ગ્લાઈડર્સમાં મોટી પાંખો છે, જેનાથી તે લાંબા સમય સુધી ચાલી શકે છે. જોકે, ગ્લાઈડર્સ ઝડપી અથવા ચુસ્ત નથી, પરંતુ લાંબા અંતરના મિશન માટે તૈનાત કરાયા છે. સંરક્ષણ વિશ્લેષકોનું કહેવું છે કે આ ચીની ગ્લાઈડર્સ ઓશિયનગ્રાફી ડેટા એકત્ર કરી રહ્યા છે. તેનો ઉપયોગ નૌકાદળ માટે ગુપ્ત માહિતી આપવામાં થાય છે.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધતા પડકારોને ધ્યાનમાં લેતા ચીફ ઓફ ડિફેન્સ (સીડીએસ) જનરલ બિપિન રાવતે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, દુનિયા હિન્દ મહાસાગર ક્ષેત્રમાં વ્યૂહાત્મક સ્થળો શોધવાની સ્પર્ધા જોઈ રહી છે. હિન્દ મહાસાગરમાં હાલ વિવિધ દેશોના ૧૨૦થી વધુ જંગી જહાજો તૈનાત છે તથા ક્ષેત્રમાં વધતા વૈશ્વિક રસને ધ્યાનમાં લેતા આગામી સમયમાં અહીં વ્યૂહાત્મક બેઝ માટે સ્પર્ધા વધવાની સંભાવના છે. તાજેતરના વર્ષોમાં ચીનના અર્થથંત્ર અને સૈન્યનું કદ વધવાની સાથે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તેનો પ્રભાવ પણ વધ્યો છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. જાપાન-ઓસ્ટ્રેલિયા-ભારત જેવા જૂથો અને દક્ષિણ પૂર્વ એશિયન દેશોના સંગઠન (આસિયાન) સાથે ભારતે તેના સંબંધો મજબૂત બનાવવા પર ભાર આપવો પડશે, જેથી તે તેના વ્યૂહાત્મક હિતો પૂરા કરી શકે.

ભારતની ઈમર્જન્સી હથિયારો ખરીદવા તૈયારી

નવી દિલ્હી, તા.૩૧ 

ચીન સાથે સંઘર્ષ વચ્ચે ભારત અંકુશ રેખા પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્ર સરકારે ત્રણે સૈન્યોની યુદ્ધની તૈયારીઓ વધારવા માટે ઈમર્જન્સી આવશ્યક્તાઓ હેઠળ હથિયારો ખરીદવા માટે સંરક્ષણ દળોને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. લદ્દાખમાં ચીન અને પાકિસ્તાન સહિત સશસ્ત્ર સંઘર્ષ માટે કોઈપણ સમયે તૈયાર રહેવા ત્રણે સૈન્યને તેમની પસંદગીના કોઈપણ હથિયાર ખરીદવા અથવા ભાડા પટ્ટેથી મેળવવા ઈમર્જન્સી પાવર આપ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ચીન સાથે સંઘર્ષ વચ્ચે ત્રણેય સૈન્યોએ અગાઉથી જ બે કરોડ અમેરિકન ડોલરથી વધુના અધિગ્રહણને અંતિમ ઓપ આપી દીધો છે. આપણા સૈન્ય કોઈપણ તરફના પડકારોનો સામનો કરવાની સ્થિતિમાં છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો