સમગ્ર દેશમાં એક સાથે કોરોના વેક્સિનનો ડ્રાય રન, 2 જાન્યુઆરીથી શરૂ થશે સૌથી મોટુ અભિયાન


નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર 2020 ગુરૂવાર

નવા વર્ષના દસ્તકની સાથે જ દેશમાં હવે કોરોના વેક્સિનને લઈને મોટી તૈયારી શરૂ થઈ ગઈ છે. ભારત સરકારે નિર્ણય લીધો છે કે 2 જાન્યુઆરીથી દેશના દરેક રાજ્યમાં કોરોના વેક્સિનની ડ્રાય રન કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરૂવારે બેઠકમાં આ નિર્ણય લીધો.

અત્યાર સુધી દેશના 4 રાજ્યોમાં જ આવો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. જેમાં પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં કરવામાં આવ્યુ હતુ. ચાર રાજ્યમાં ડ્રાય રનને લઈને સારૂ રિઝલ્ટ સામે આવ્યુ હતુ. જે બાદ હવે સરકારે સમગ્ર દેશમાં આ ડ્રાય રનને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

ડ્રાય રનમાં શુ હોય છે?

સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર, ડ્રાય રનમાં રાજ્યોએ પોતાના બે શહેરોને ચિહ્નિત કરવા પડશે. આ બંને શહેરોમાં વેક્સિનને શહેરમાં પહોંચાડવી, હોસ્પિટલ સુધી જવા, લોકોને બોલાવવા, ફરી ડોઝ આપવાની સમગ્ર પ્રક્રિયાનુ પાલન આ રીતે કરવામાં આવશે, જેમ કે વેક્સિનેશન થઈ રહ્યુ હોય.

સાથે જ સરકારે કોરોના વેક્સિનને લઈને જે કોવિન મોબાઈલ એપને બનાવી છે, તેની પણ ટ્રાયલ કરવામાં આવશે. ડ્રાય રન દરમિયાન જે લોકોને વેક્સિન આપવાની હોય છે. તેમને SMS મોકલવામાં આવશે. જે બાદ અધિકારીઓથી લઈને સ્વાસ્થ્ય કર્મી વેક્સિનેશન પર કામ કરશે.

મુખ્ય રીતે આમાં વેક્સિનના સ્ટોરેજ, વિતરણ અને ટીકાકરણની તૈયારીઓને પારખવામાં આવે છે. જે શહેરના મોટા સરકારી હોસ્પિટલ અથવા અન્ય સ્થળો પર કરવામાં આવી રહી છે.

ચાર રાજ્યમાં બે દિવસ સુધી ચાલ્યુ હતુ ડ્રાય રન

સમગ્ર દેશમાં ડ્રાય રન ચલાવ્યા પહેલા પંજાબ, અસમ, ગુજરાત અને આંધ્ર પ્રદેશમાં ડ્રાય રન કરવામાં આવ્યુ. પંજાબના લુધિયાણા અને શહીદ ભગત સિંહ નગરમાં આ દરમિયાન સમગ્ર સિસ્ટમને ઓનલાઈન અપનાવવામાં આવ્યુ. વેક્સિનના સ્ટોરેજથી લઈને લોકોને જાણકારી આપવા સુધી પ્રક્રિયાનું ઓનલાઈન પાલન કરવામાં આવ્યુ. અન્ય રાજ્યોમાં પણ આ પ્રક્રિયા 28, 29 ડિસેમ્બરે અપનાવવામાં આવી. 

PM મોદીએ આપી હતી જાણકારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે જ વેક્સિનેશન વિશે જાણકારી આપી. PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે દેશમા કોરોના વેક્સિનને લઈને તૈયારી અંતિમ ચરણમાં છે. જલ્દી જ દુનિયાનો સૌથી મોટો કોરોના વેક્સિનેશનનો પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવશે. પીએમ મોદીએ કહ્યુ કે લોકોને વેક્સિન સાથે જોડાયેલી જાણકારી તેમના ફોન પર જ મળશે. 

સાથે જ પીએમ મોદીએ લોકોને ચેતવ્યા અને કહ્યુ કે કોરોના વેક્સિન સાથે જોડાયેલી અફવાથી બચો અને કોઈ પણ મેસેજને કન્ફર્મ કર્યા વિના આગળ ફોરવર્ડ ના કરો. પીએમ મોદીએ કહ્યુ કે વેક્સિન આવ્યા બાદ પણ તમામે સાવચેતી રાખવી પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો