Corona Cases: રાજ્યમાં આજે નવા 804 કેસ, 7 દર્દીઓનાં મોત કુલ મૃત્યુઆંક 4295
ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 મંગળવાર
રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું હોય તેવું સરકારી આંકડાઓ જોતા જણાઇ રહ્યું છે,જો કે સ્થિતી હજું પણ ગંભીર તો છે જ આજે રાજ્યમાં નવા 804 કોરોના દર્દી નોંધાયા છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,43,459 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 7 લોકોનું મોત થતા કુલ મૃત્યુંઆંક 4295 પર પહોંચ્યો છે. રાજ્યમાં 999 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,29,143 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા 1, બોટાદ 1, સુરત 1 અને સુરત કોર્પોરેશનમાં-1 મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશન 163, સુરત કોર્પોરેશન 120, વડોદરા કોર્પોરેશન 101, રાજકોટ કોર્પોરેશન 67, સુરત 36, વડોદરા 29, દાહોદ 28, રાજકોટ 24, કચ્છ 23, મહેસાણા 21, ભરૂચ 18, પંચમહાલ 18, ખેડા 15, ગાંધીનગર 13, ગાંધીનગર કોર્પોરેશન 11, બનાસકાંઠા 10, સાબરકાંઠા 10, આણંદ 9, જુનાગઢ કોર્પોરેશન 8, અમદાવાદ 7, ભાવનગર કોર્પોરેશન 7, મહીસાગર 7, પાટણ 7, જામનગર કોર્પોરેશન 6, અમરેલી 5, જુનાગઢ 5, નવસારી 5, અરવલ્લી 4, ગીર સોમનાથ 4, સુરેન્દ્રનગર 4, ડાંગ 3, દેવભૂમિ દ્વારકા 3, મોરબી 3, નર્મદા 3, જામનગર 2, પોરબંદર 2, બોટાદ 1, તાપી 1, વલસાડ 1 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં હાલ 10021 એક્ટિવ કેસ છે, જ્યારે 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 9958 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.12 ટકા છે.
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 94.12 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 53,889 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 95,43,400 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,20,453 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,20,340 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 113 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે
Comments
Post a Comment