Corona Cases: રાજ્યમાં આજે 780 નવા કેસ, 04 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 4306
ગાંધીનગર, 31 ડિસેમ્બર 2020 ગુરૂવાર
રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ રાત્રી કર્ફ્યૂનાં કારણે ધીમે-ધીમે ઘટી રહ્યું હોય તેવું સરકારી આંકડા જોતા જણાય છે, રાજ્યમાં આજે નવા 780 કોરોના દર્દી નોંધાયા જ્યારે 916 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,30,893 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
કોરોનાનાં કારણે રાજ્યમાં આજે 04 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 03 અને સુરત કોર્પોરેશનનાં 01 દર્દીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 4306 લોકોનાં મોત નિપજ્યા છે.
રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કૉર્પોરેશન તથા જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના સંક્રમિતોની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કૉર્પોરેશનમાં આજે 154, સુરત કૉરર્પોરેશનમાં 119, વડોદરા કૉર્પોરેશનમાં 106, રાજકોટ કૉર્પોરેશનમાં 64, વડોદરામાં 29, કચ્છ 28, સુરત 26, દાહોદ 24, રાજકોટ 22, ભરૂચ 20, ખેડા 14, ગાંધીનગર 13, ગાંધીનગર કૉર્પોરેશન 13, પંચમહાલ 13, મહેસાણા 12, મોરબી 11, જુનાગઢ 11, જુનાગઢ કૉર્પોરેશન 9 અને સાબરકાંઠામાં 9 કેસો નોંધાયા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં હાલ કુલ 5,05,314 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,05,195 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરાય છે. જ્યારે 119 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 9,839 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 9,778 લોકો સ્ટેબલ છે.
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 94.23 ટકા થઇ ચુક્યો છે. આજે રાજ્યમાં કુલ 54,672 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 96,52,780 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Comments
Post a Comment