અભિષેક બેનર્જીના નજીકના વિનય મિશ્રાના ઘરે CBIના દરોડા: કૈલાશ વિજય વર્ગીયની ટ્વીટ, મમતા સરકારમાં મચ્યો હોબાળો
કલકત્તા, તા. 31 ડિસેમ્બર 2020, ગુરૂવાર
પશ્ચિમ બંગાળમા આવનારી વિધાનસભા ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયુ છે. ગુરૂવારે CBIએ કલકત્તામા તૃણમુલ યૂથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી વિનય મિશ્રાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા પશુધન દાણચોરીના કૌભાંડને પગલે પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ, સીબીઆઇ દ્વારા સતત વિનય મિશ્રાને નોટિસ આપવામા આવી હતી, પરંતુ તેમણે કોઇ જવાબ આપ્યો નહોતો. વિનય મિશ્રા તૃણમુલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીના નજીકના માનવામા આવે છે. અભિષેક બેનર્જી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા છે.
ગુરૂવારે સીબીઆઇની ટીમ કલકત્તામા વિનય મિશ્રાના ઠેકાણાએ પહોંચી હતી. બે સ્થળ પર પશુધન દાણચોરીના કૌભાંડ અને એક સ્થળે કોલસા ચોરી મામલે દરોડા પાડ્યા છે. કલકત્તામા વિનય મિશ્રાની અન્ય જગ્યાઓ પર પણ દરોડા પડે તેવી શક્યતા છે.
આ સિવાય આસન સોલના પ્રખ્યાત કોલસા તસ્કરી કાંડમા હુગલી જિલ્લાનુ પણ નામ જોડાઈ ગયુ છે. સીબીઆઇની ટીમે ગુરૂવારે જિલ્લાના કોનનગરમા અમિત સિંહ અને નીરજ સિંહ બંન્ને ભાઇઓના ઘરે દરોડા પાડ્યા છે. જો કે, સીબીઆઇની ટીમના દરોડા દરમ્યાન સિંહ બંધુ પોતાના ઘરે હાજર ન હતા.
સીબીઆઇએ અહીં પરિવારના સદસ્યોને પણ પ્રશ્નો પૂછ્યા અને તેમના ઘરમા હાજર દસ્તાવેજોની પણ તપાસ કરી. સીબીઆઇની ટીમની સાથે કેન્દ્રીય સુરક્ષાદળોના જવાનો પણ હાજર હતા.
સીબીઆઇના આ એક્શન પછી બીજેપી પાર્ટીના નેતા કૈલાશ વિજયવર્ગીયએ આ બાબતે નિવેદન આપ્યુ હતુ. તેમણે ટ્વીટ કરી, બંગાળના એક પાવર બ્રોકર વિનય મિશ્રાના ત્યાં સીબીઆઇની રેડ બાદ બંગાળના ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બેઠક અને મુખ્યમંત્રી તેમજ ભાઇઓને ત્યાં હલચલના કારણે પ્રદેશમા ચર્ચાનો વિષય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશની સરહદે લાંબા સમયથી ચાલી રહેલા પશુધન દાણચોરીના કૌભાંડની વાત સામે આવી હતી. જેમા સ્થાનિક ઓફિસરો, નેતાઓનો પણ સમાવેશ હોવાની વાત છે. આ મામલે સીબીઆઇની તપાસ ચાલી રહી છે, કેટલાક સમય પહેલા આ કેસમા સીબીઆઈ બીએસએફના કેટલાક ઓફિસરોને સમન્સ આપ્યા હતા અને પૂછપરછ પણ કરી હતી.
Comments
Post a Comment