ખેડૂતો સાથેની બેઠક પૂર્ણ : ચારમાંથી બે મુદ્દા ઉપર બની સહમતિ, આગામી બેઠક 4 જાન્યુઆરીએ

- કૃષિ કાયદા પરત લેવા અને એમએસપી ઉપર ખેડૂતો સાથે સહમતિ ના સધાઇ

- સરકારે ખેડૂતોને મહિલાઓ, બાળકો અને વૃદ્ધ લોકોને પકત મોકલવાની અપીલ કરી

નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર 2020, બુધવાર

નવા કૃષિ કાયદાનો એક મહિના કરતા પણ વધારે સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતો પાછળ હટવાનું નામ નથી લઇ રહ્યા. પંજાબ હરિયાણાના ખેડૂતો રાજધાની દિલ્હીની સરહદો ઉપર અડિંગો જમાવીને બેઠા છે. સરકાર અને ખેડૂતો વચ્ચે છ વખત સામાધાન માટે બેઠક યોજાઇ ચુકી છે. આ તમામ બેઠકો નિર્થક રહ્યા બાદ આજે સાતમી વખત ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. દેશ આખાની નજર આ બેઠક ઉપર જ હતી. ત્યારે પાંચ કલાક કરતા પણ વધારે સમય ચાલેલી આ બેઠક પૂર્ણ થઇ છે. આ બેઠકમાં પણ સંપૂર્ણ સામાધાન તો નથી થયું પરંતુ આંશિક સામાધાન થયું છે તેમ કહી શકાય.

બેઠક પૂર્ણ થયા બાદ સરકાર ને ખેડૂતોએ જણાવ્યું કે ચારમાંથી બે મુદ્દાઓ ઉપર સહમતિ સધાઇ છે, જ્યારે બે મુદ્દાનો ઉકેલ આવ્યો નથી. માટે હવે આગામી બેઠક માટે 4 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સરકાર અને 40 ખેડૂત સંગઠનો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ખેડૂતોએ રજુ કરેલા ચાર મુદ્દામાંથી બે મુદ્દાનો સરકારે સ્વીકાર કર્યો છે. સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર ને રેલમંત્રી પિયુષ ગોયલે આ બેઠકમાં ભાગ લીધો હતો.

બેઠક બાદ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે પર્યાવરણ સાથે જોડાયેલા અધ્યાદેશમાંથી ખેડૂતોને બાદ કરવા અને નવા વિજળી કાયદામાં પણ ખેડૂતોને રાહત આપવાના બે મુદ્દાઓ ઉપર ખેડૂતો સાથે સહમતિ તઇ છે. જ્યારે કૃષિ કાયદાને પરત લેવાની માંગ અને એમએસપી ઉપર હજુ સહમતિ બની નથી. જેના માટે 4 જાન્યુઆરીએ આગામી બેઠક મળશે. કૃષિમંત્રીએ કહ્યું કે અમે ખેડૂતોને સમ્માન અને સંવેદનાની દ્રષ્ટિએ જોઇએ છીએ.

કૃષિમંત્રિએ આગળ કહ્યું કે દિલ્હીમાં ઠંડીનું વાતાવરણ જોતા ખેડૂતોને વૃદ્ધ લોકો, મહિલાઓ અને બાળકોને ઘરે મોકલવા માટે અપીલ કરી છે. ખેડૂતો સાથેની જની બેઠક હકારાત્મક રહી છે. ઉલ્લેખનીય છે કે આજે પણ ખેડૂતો તેમનું ભોજન સાથએ લઇને આવ્યા હતા. કૃષિમંત્રી તોમર અને રેલમંત્રી પિયુષ ગોયલે પણ ખેડૂતો સાથે લંગર ચાખ્યું હતું.

તો આ તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે અમારી બે માંગણીનો સ્વીકાર કર્યો છે. આજની બેઠક સારી રહી છે. આગામી બેઠક 4 જાન્યુઆરીએ યોજાશે. ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ શરુ રાખશે. 


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે