જદયુના 17 નેતા રાજ્ય સરકારને ગબડાવવા તૈયાર છે, રાજદના નેતા શ્યામ રજકે કર્યો ધડાકો


- બિહારના રાજકારણમાં વિસ્ફોટ કરવા રાજદ તૈયાર 

પટણા તા.30 ડિસેંબર 2020 બુધવાર

બિહારના રાજદ પક્ષના નેતા શ્યામ રજકે એવો દાવો કર્યો હતો કે ભાજપની દગાબાજીથી નારાજ એવા જદયુના 17 ધારાસભ્યો અમારી સાથે જોડાઇને રાજદની સરકાર રચવા તૈયાર હતા. તેમણે કહ્યું કે આ ધારાસભ્યો ભાજપની સરકારને ગબડાવીને રાજદમાં જોડાવા તૈયાર બેઠા હતા.

મિડિયાએ એવો સવાલ કર્યો હતો કે સત્તર સભ્યો પક્ષાંતર કરે તો પોતાનું ધારાસભ્યપદ ગુમાવી દેશે. એના જવાબમાં શ્યામ રજકે કહ્યું આ સત્તર ઉપરાંત બીજા સાત આઠ ધારાસભ્યો રાજદમાં જોડાય તો પક્ષાંતર ધારાની અસર તેમને નહીં થાય. આશરે પચીસ છવ્વીસ ધારાસભ્યો રાજદમાં જોડાય તો તેમને કાયદાની દ્રષ્ટિએ કશો વાંધો નહી આવે.

આ આખી ઘટનાની પાછળ ભાજપે અરુણચાલ પ્રદેશમાં ભરેલું અવિચારી અને ઉતાવળું પગલું છે. બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે નીતિશ કુમાર અને જદયુને આંચકો આપ્યો તેમ છતાં નીતિશ કુમાર ભાજપના અનુરોધથી બિહારના મુખ્ય પ્રધાન બન્યા હતા. વાસ્તવમાં નીતિશ કુમાર એ સમયેજ નારાજ હતા. ભાજપે જદયુને ઓછી બેઠક મળે એવા હેતુથી ચિરાગ પાસવાનને જંગમાં ઊતાર્યો હતો. ચિરાગનો પક્ષ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયો પરંતુ જદયુની બેઠકો ઘટી અને એ ત્રીજા નંબરે આવી ગયો.

એ પછી ગયા અઠવાડિયે કોઇ કારણ વિના ભાજપે અરુણચલ પ્રદેશમાં જદયુના છ-સાત ધારાસભ્યોને ફોડી નાખ્યા. અરુણાચલ પ્રદેશમાં ભાજપે અન્ય પક્ષોના ધારાસભ્યો તોડવા પડે એવી કોઇ મુશ્કેલી નહોતી છતાં ભાજપે જદયુના સભ્યોને તોડ્યા એટલે ગુસ્સે થયેલા નીતિશ કુમારે જાહેર કર્યું કે મારે બિહારના મુખ્ય પ્રધાનપદે નથી રહેવું. તમે બીજો માણસ ગોતી લ્યો.

એ સમયે તક ઝડપીને રાજદના તેજસ્વી યાદવે તેમને એવી ઑફર કરી કે તમે મને બિહારમાં મુખ્ય પ્રધાન બનાવો. હું તમને હવે પછીની સંસદીય ચૂંટણીમાં  વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવીશ. વાસ્તવમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજદ સૌથી મોટા તરીકે ઊભર્યો હતો પરંતુ એ બહુમતીથી દૂર હતો. એના સાથીદાર પક્ષ કોંગ્રેસનો ધબડકો થયો હતો. ચિરાગનો પણ ધબડકો થયો હતો. એ સંજોગોમાં જદયુના સભ્યો રાજદને સાથ આપે તો તેજસ્વી યાદવ મુખ્ય પ્રધાન બની શકે છે. એ સંજોગોમાં હવે શ્યામ રજકે એવો ધડાકો કર્યો હતો કે જદયુના ભાજપથી નારાજ એવા સત્તર સભ્યો અમારી સાથે જોડાઇને  નવી સરકાર બનાવવા ઉત્સુક છે.

શ્યામ રજક  અગાઉ બિહાર  સરકારમાં પ્રધાનપદે રહી ચૂક્યા હતા. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે