દુકાળમાં અધિક માસ : ભારતમાં નવા કોરોનાના 8 કેસ
નવા વાઈરસથી સંક્રમિત આઠમાંથી ત્રણને કર્ણાટકમાં, ત્રણને આંધ્રમાં અને એકને તમિલનાડુમાં આઈસોલેટ કરાયા
ઉત્તર પ્રદેશની બે વર્ષની બાળકી પણ સામેલ
એક મહિનામાં બ્રિટનથી આવેલામાંથી 114 કોરોના પોઝિટિવ, 10 સરકારી લેબમાં બધાની જિનોમ સિક્વન્સિંગ પ્રક્રિયા શરૂ
દેશમાં કોરોનાના વધુ 20,349 કેસ, મૃત્યુઆંક 1.48 લાખ, 98.33 લાખ સાજા થયા
બ્રિટનની ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ લંબાવાની શક્યતા : પુરી
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર, 2020, મંગળવાર
ભારતમાં આખરે કોરોના વાઈરસના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે. બ્રિટનથી આવેલા આઠ લોકો કોરોના વાઈરસના નવા પ્રકારની ઝપેટમાં આવી ગયા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું કે, આ બધા લોકોને સંબંિધત રાજ્યોના હેલૃથ સેન્ટર કેન્દ્રોમાં સિંગલ આઈસોલેશન રૂમમાં રખાયા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં કોરોના વાઈરસનો નવો પ્રકાર સામે આવવા છતાં લોકોએ ગભરાવાની જરૂર નથી. સરકાર બ્રિટનથી આવેલા લોકો પર ચાંપતી નજર રાખી રહી છે. વધુમાં કોરોનાની રસી નવા વાઈરસ પર પણ અસરકારક સાબિત થશે. કોરોનાની રસી નવા પ્રકાર સામે બિનઅસરકારક રહી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, કર્ણાટકના બેંગ્લુરૂ સિૃથત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલૃથ એન્ડ ન્યુરો સાયન્સ હોસ્પિટલ (એનઆઈએમએચએએનએસ)માં ત્રણ સેમ્પલ, આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી)માં ત્રણ અને મહારાષ્ટ્રના પૂણે સિૃથત નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)માંથી એક સેમ્પલ સાર્સ-સીઓવી-2ના યુકે વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું જણાયું છે.
બ્રિટનથી આવેલા પ્રવાસીઓમાં અત્યાર સુધીમાં કુલ 114 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. આ પોઝિટિવ સેમ્પલ્સને જીનોમ સિક્વન્સિંગ માટે દેશની વિવિધ 10 લેબોરેટરીમાં મોકલી અપાયા છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે, કોરોના પોઝિટિવ આવેલા લોકોમાંથી સાત સેમ્પલ કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત હોવાનું જણાયું છે. નવા કોરોનાના આઠ કેસમાં ઉત્તર પ્રદેશની બે વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
કર્ણાટકમાં 26 બ્રિટિશ પ્રવાસી પોઝિટિવ
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી કે. સુધાકરે જણાવ્યું હતું કે, કોરોના નવા પ્રકારથી સંક્રમિત બ્રિટનથી આવેલા ત્રણને અલગ અલગ કેન્દ્રોમાં આઈસોલેટ કરાયા છે. રાજ્યમાં બ્રિટનથી 1,614 લોકો આવ્યા છે, જેમના આરટી-પીસીઆર ટેસ્ટની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાંથી 26ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. બીજીબાજુ બ્રિટનથી ચેન્નઈ આવેલા એક વ્યક્તિને કિંગ ઈન્સ્ટિટયૂટ ઓફ પ્રિવેન્ટિવ મેડીસીન એન્ડ રિસર્ચમાં આઈસોલેટ કરાઈ છે.
સીસીએમબીમાં 40માંથી 20 સેમ્પલની તપાસ થઈ
સીસીએમબીના અિધકારીએ કહ્યું હતું કે, તેમને કોરોના પોઝિટિવ દર્દીઓના 40 સેમ્પલ મળ્યા છે, જે બ્રિટનથી પરત આવ્યા છે. તેમાંથી ત્રણ વ્યક્તિ કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત હોવાનું જણાયું છે. અમે 20 સેમ્પલની જિનોમ સિક્વન્સિંગ પ્રક્રિયા પૂરી કરી છે. બાકીનાની તપાસ ચાલુ છે. આ ત્રણ વ્યક્તિમાં અમરાવતીની એક મહિલાનો પણ સમાવેશ થાય છે, જે દિલ્હી એરપોર્ટ પર ઊતરી હતી અને ત્યાંથી ભાગીને ટ્રેન મારફત આંધ્ર પ્રદેશ પહોંચી હતી.
એક મહિનામાં બ્રિટનમાંથી 33,000 પ્રવાસી ભારત આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારના કેસો ડેન્માર્ક, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, સ્વીટ્ઝર્લેન્ડ, જર્મની, કેનેડા, જાપાન, લેબેનોન અને સિંગાપોરમાં પણ મળી આવ્યા છે.
બ્રિટનમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યા પછી સરકારે 23મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, 25મી નવેમ્બરથી 23મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં 33,000થી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોર્ટ્સ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે.
જિનોમ સિક્વન્સિંગ માટે દિશા-નિર્દેશ
સ્વાસ્થ્ય મંત્રાલયે 22મી ડિસેમ્બરે જાહેર કરેલા 'જિનોમિક સિક્વન્સિંગ' દિશા-નિર્દેશોમાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક દિવસમાં ભારત આવેલા બધા જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી જેમનામાં કોરોનાના લક્ષણ મળી આવે તેમનું જિનોમ સિક્વન્સિંગ કરાવવાનું રહેશે. મંત્રાલયે પ્રયોગશાળા અને મહામારી નિરિક્ષણ અને દેશમાં કોરોના વાઈરસની સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગના પ્રસાર અને તેને સમજવા માટે ભારતીય સાર્સ-સીઓવી-2 જિનોમિક્સ કન્સોર્ટિયમની સૃથાપના કરી છે.
બ્રિટનથી આવેલાઓની 10 લેબમાં આરટી-પીસીઆર તપાસ ફરજિયાત
ભારતે કોરોનાના નવા પ્રકારની તપાસ માટે અને તેને રોકવા માટે સક્રિય રણનીતિ તૈયાર કરી છે, જેના ભાગરૂપે 23મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દેવાયો છે અને બ્રિટનથી પરત ફરેલા તમામ પ્રવાસીઓની 10 સરકારી લેબોરેટરીમાં આરટી-પીસીઆરની તપાસ ફરજિયાત કરાવાઈ છે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે, બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર 31મી ડિસેમ્બર સુધી મૂકાયેલા પ્રતિબંધનો સમય લંબાવવામાં આવી શકે છે. સરકાર હાલ આ બાબતની સંભાવનાઓ તપાસી રહી છે.
બ્રિટનથી આવેલી મહિલા દિલ્હી એરપોર્ટ ઉતરી હતી
દિલ્હીથી ભાગીને ટ્રેન દ્રારા આંધ્ર પહોંચેલી મહિલાને નવા કોરોનાનો ચેપ
હૈદરાબાદ, તા. 29
ભારતમાં કોરોનાના નવા પ્રકારની એન્ટ્રી થઈ ગઈ છે અને અડધા ડઝનથી વધુ કેસ સામે આવ્યા છે. એવામાં બ્રિટનથી પુત્ર સાથે પાછી ફરેલી એક મહિલાને દિલ્હીમાં રોકવામાં આવી હતી, પરંતુ તે ભાગીને એપી એક્સપ્રેસ મારફત આંધ્ર પ્રદેશ પહોંચી ગઈ હતી.
આ મહિલા કોરોનાના નવા પ્રકારથી સંક્રમિત થઈ હોવાનું હવે જાહેર થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. એક એંગ્લો ઈન્ડિયન મહિલા તાજેતરમાં પુત્ર સાથે બ્રિટનથી દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. દિલ્હીમાં માતા-પુત્ર બંનેને ક્વોરન્ટાઈન કરાયા હતા, પરંતુ બંને ત્યાંથી ભાગી છૂટયા અને એપી એક્સપ્રેસ મારફત આંધ્ર પ્રદેશમાં તેમના ઘરે પહોંચી ગયા હતા.
આ મહિલાના સેમ્પલની તપાસ કરવામાં આવતાં તેનામાં કોરોનાના નવા પ્રકારના લક્ષણો હોવાનું જણાયું છે. જોકે, તેના પુત્રનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ મહિલાને હવે વિશેષ રૂમમાં આઈસોલેટ કરાઈ છે, પરંતુ સરકાર માટે ટ્રેનના પ્રવાસમાં તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનું કામ મુશ્કેલ બન્યું છે.
Comments
Post a Comment